________________
९०२
હ શાખા - ૭ અનપેક્ષા છે. પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અસદ્ભુત વ્યવહાર ઉપનયના પ્રકારો અને દૃષ્ટાંતો જણાવો. ૨. કોઈ પણ પાંચ ઉપનય વિશે નયચક્ર તથા દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથનું મંતવ્ય જણાવો. ૩. સદ્દભૂત વ્યવહારનય જે સંજ્ઞા વગેરેના ભેદથી ભેદનું પ્રતિપાદન કરે છે તે દસ તત્ત્વો જણાવો. ૪. અસભૂત વ્યવહાર ઉપનયના ત્રણ ભેદ સદષ્ટાંત સમજાવો. ૫. “વસ્ત્ર' શબ્દના નિક્ષેપ સદષ્ટાંત સમજાવો. ૬. “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યને કયા ઉપનયમાં ગોઠવી શકાય ? શા માટે ? ૭. ઉપચરિત સભૂત વ્યવહાર ઉપનયના પ્રકાર, ઉદાહરણ સાથે જણાવો. ૮. સભૂત વ્યવહારનયના ભેદો દષ્ટાંત સાથે જણાવો. ૯. “ઉપચાર' શબ્દના વિવિધ અર્થ સદષ્ટાંત જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. સ્થિતિની અપેક્ષાએ આત્મા અને ગુણ વચ્ચે ભેદને જણાવો. ૨. શરીર અને જીવ વચ્ચે અભેદવ્યવહાર શા કારણે થાય છે ? ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયની વ્યાખ્યા જણાવો. ૪. જીવનું લક્ષણ જણાવો. ૫. ઉપનય કોને કહેવાય ? ૬. જીવ કામ-ક્રોધસ્વરૂપ છે - કઈ રીતે ? ૭. ‘ઉપચાર' એટલે ? ૮. અસભૂત વ્યવહાર ઉપનયની વ્યાખ્યા જણાવો. ૯. ઉપનયના ભેદ-પ્રભેદોના નામ જણાવો. ૧૦. “ગોરો છું અને “ગોરો હું છું’ આ બે વાક્ય એક નથી - સિદ્ધ કરો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. રાજગૃહી નગર નિર્જીવ સ્વરૂપ છે. ૨. મતિજ્ઞાન વ્યવહારથી શરીરજન્ય છે. ૩. આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તેનું કોઈ પણ કારણ નથી. ૪. “ચૈત્યનું ઘર' માં “તું” શબ્દ ભેદસૂચક છે. ૫. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહેલ છે કે “ચાર ઉપચારવાળી પૂજા હોય છે.” ૬. ઉદેશ્ય-વિધેયભાવ શ્રોતાની ઈચ્છાને આધીન છે. ૭. માંચડાઓ હસે છે' - આ વાક્યમાં માચડામાં પુરુષનો ઉપચાર થયેલ છે.