________________
દ્રવ્યાનુયોગપરામર્શકણિકા-સુવાસકારની હદથોમિ
91 પરમ ઉપાસનીય પરમ ઉપકારી પ્રાચીનશ્રુતસંરક્ષક પરમાત્મભક્તિનિમગ્ન વૈરાગ્યદેશનાદક્ષ દીક્ષાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રજોહરણપ્રદાન કરવા દ્વારા મારો ભવનિસ્તાર ન કર્યો હોત તો ? આ કલ્પના કરતાં પણ ધ્રુજારી ચડી જાય છે. તેઓશ્રીને આ પાવન પ્રસંગે કઈ રીતે ભૂલી શકાય ? પરમ પૂજનીય સંઘ-શાસનકૌશલ્યાધાર સર્વતોમુખી પ્રતિભાસંપન્ન તસ્કૃધિપતિ નિઃસ્પૃહશિરોમણિ વિદ્યાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાના અનુપમ હૃદયોદ્ગાર, મંગલ માર્ગદર્શન અને સોનેરી સૂચનો પ્રસ્તુત કાર્યમાં અવાર-નવાર પ્રાપ્ત થતા રહ્યા છે. પ્રથમ શાખાને સાવંત તપાસી આપવાનો મહાન ઉપકાર પણ તેઓશ્રીએ કરેલ છે. પરમહિતૈષી સૂરિમંત્રપંચપીઠસમારાધક નિખાલસ સ્વભાવી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વજી મહારાજા, પરમ સન્માનીય સૂક્ષ્મપ્રજ્ઞ સાધ્વગણનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયશેખર સૂરીશ્વરજી મહારાજા, પરમ સ્તુત્ય પ્રભાવક પ્રવચનકાર આચાર્યદેવ શ્રીમદ્ વિજય અજિતશેખર સૂરીશ્વરજી મહારાજા, પરમ સન્માન્ય વર્ધમાનતપસમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલ્યાણબોધિ સૂરીશ્વરજી મહારાજા – આ સર્વે વિદ્યાગુરુદેવો પણ આ અવસરે અનાયાસે સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે. - પરમ વંદનીય પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પદ્મમણિતીર્થોદ્ધારક પૂનાજિલ્લાઉદ્ધારક પ્રસન્નમૂર્તિ ભવોદધિતારક ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજાએ મારો હાથ ન ઝાલ્યો હોત તો આજે હું ભવાટવીમાં ક્યાં ભટકતો હોત ? તે વિચારતાં પણ કંપારી છૂટે છે. તેઓશ્રીની પણ કૃપા વિના આ સર્જન શક્ય ન બન્યું હોત. પરમ પૂજ્ય શ્રુતસંરક્ષક રાષ્ટ્રસંત ઉદારમના સુમધુરભાષી આચાર્યદેવ શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાને તો આ મંગલ અવસરે કેમ ભૂલાય? શ્રીકૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર-કોબામાંથી સતત ૩૪ મહિના સુધી, એકી સાથે ૪૦૦/૫૦૦ કિંમતી પુસ્તકો અપાવવામાં તથા બહારગામ પણ મારા સુધી ગ્રંથોને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં તેઓશ્રીએ દાખવેલી ઉદારતા વિના “પરામર્શકર્ણિકા' - સંસ્કૃત વ્યાખ્યાની રચના ખૂબ વામણી બની જાત. (૧) સિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડાર - માંડલમાં રહેલી ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ની હસ્તપ્રતની કોપી મને ઉદારભાવે આપનારા પરમ પૂજ્ય ભાષાવિશારદ આગમદિવાકર વિદ્વત્સભાશૃંગાર સંઘસ્થવિર સ્વ.મુનિરાજશ્રી જેબૂવિજયજી મહારાજા, (૨) પાટણ – ભાભાના ભંડારમાં રહેલી ‘દ્રવ્ય -ગુણ-પર્યાય રાસની હસ્તપ્રતિની ઝેરોક્ષ કોપી મને આત્મીયભાવે આપનાર તથા પ્રસ્તુત પ્રકાશનમાં અવાર-નવાર પ્રોત્સાહન આપનારા તથા અણમોલ આશિષ પાઠવનારા પરમ પૂજ્ય પ્રવચનપ્રભાવક, જૈનઇતિહાસવિદ્દ સૌમ્યભાષી આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજા, (૩) પં. શ્રીનવિજયજી મહારાજે “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'નો જે પ્રથમદર્શ તૈયાર કર્યો હતો, તે હસ્તપ્રતની Photo copy મને આપવાની ઉદારતા કરનારા સુદીર્થસંયમી શ્રુતરસિયા કવિરાજ મુનિરાજ