SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 90 જ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હૃદયોર્મિ છે આત્મદ્રાવક આધ્યાત્મિક ઉપનયનું તો અવશ્ય પરિશીલન કરવું. તેમાં આ ગહન અને ગંભીર ગ્રંથસાગરનું મંથન કરીને મળેલું અધ્યાત્મઅમૃત મૂકવામાં આવેલ છે. આત્માના ભાવરોગનું તે અમોઘ ઔષધ બનશે તેમાં શંકા નથી. જે આત્માર્થી વાચકવર્ગ પાસે આ ગ્રંથના સાતેય ભાગોને વાંચવા જેટલી દીર્ઘકાલીન ધીરજ કે સાનુકૂળ સંયોગો ન હોય તેઓ ગ્રંથનિહિત અમૃતના આગમનથી વંચિત ન રહે તે માટે રાસ, ટબો, દ્રવ્યાનુયોગપરામર્શ, શ્લોકાર્થ, ટિપ્પણ અને આધ્યાત્મિક ઉપનય સાથે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, અધ્યાત્મ અનુયોગ” (ભાગ - ૧+૨) નામથી અલગ પુસ્તક પણ આ સાથે જ પ્રકાશિત કરેલ છે. તેના માધ્યમથી પણ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ના આધ્યાત્મિક નવનીતને વાચકવર્ગ માણી શકશે. તેનાથી વાચકોને અદ્ભુત આત્માનંદની અલૌકિક અનુભૂતિ અવશ્ય થશે - એવો મને દઢ વિશ્વાસ છે. કદાચ તેટલી પણ સમયની અનુકૂળતા અધ્યેતાવર્ગ પાસે ન હોય તો તેઓ ૧૬ મી શાખાના છેલ્લા શ્લોકનો (= ૧૬/૭ નો) આધ્યાત્મિક ઉપનય (જુઓ - ભાગ-૭ પૃષ્ઠ ૨૩૯૭ થી ૨૫૮૪) વાંચશે તો પણ ગુપ્ત, ગૂઢ અને ગહન એવા ગ્રંથિભેદના અત્યંતર માર્ગે, ભેદજ્ઞાનની ઉપાસનાના પાવન પંથે હરણફાળ ભરવાની આંતરિક કોઠાસૂઝને અવશ્ય મેળવી શકશે. સાંપ્રતકાળે આત્માર્થી આરાધકો માટે એવી આંતરિક સમજણ અતિઆવશ્યક છે. ધારો કે તેટલો પણ સમય અભ્યાસુવર્ગ પાસે ન હોય તો કમ સે કમ આ ગ્રંથરાજના આધ્યાત્મિક ઉપનયમાં જુદા-જુદા સ્થાને આપેલી અધ્યાત્મસભર બાર (૧૨) આખી A B C D (A to Z) નું અવગાહન તો અવશ્યમેવ કરવા આત્મીય ભાવે વિનંતિ છે. (જુઓ - પૃ.૧૬૪૧, ૨૨૧૯, ૨૪૦૪, ૨૪૩૬, ૨૪૪૪, ૨૪૭૪, ૨૪૮૦, ૨૫૦૨, ૨૫૦૩, ૨૫૦૭, ૨૫૧૫, ૨૫૩૪). આ બાર (૧૨) A B C D નું એકાગ્ર ચિત્તે અહોભાવપૂર્વક અખંડપણે ઘોલન કરવાથી અંતઃકરણમાં અનુભવના સ્તરે મોક્ષમાર્ગનો જરૂર અપૂર્વ ઉઘાડ થશે. જો આવું થશે તો તારક જિનશાસનના રૂડા આરાધકોની અણમોલ સેવાનો ઉત્તમ લાભ મેળવ્યાનો મને આંતરિક સંતોષ થશે. ગમતાનો ગુલાલ કરવાનો આ એક નમ્ર પ્રયાસ સફળ થવાથી ધન્યતા અનુભવાશે. મીઠાં-મધુરાં ઉપકાર સંસ્મરણો છે • પરમ પૂજ્ય યોગીવરેણ્ય સુવિશુદ્ધબાલબ્રહ્મચારી કર્મસાહિત્યનિપુણમતિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દૈવી કૃપા લેખન-સંશોધન-સંપાદનકાળ દરમ્યાન સતત વરસતી અનુભવાઈ. પરમારાથ્યપાદ ન્યાયવિશારદ સકલસંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ સ્વ. દાદાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય-ભવ્ય અમીવૃષ્ટિ વિના પ્રસ્તુત પ્રકાશન કઈ રીતે સંભવે ? • પૂજ્યપાદ ગીતાર્થચૂડામણિ સિદ્ધાન્તદિવાકર આગમની મોબાઈલ લાઈબ્રેરી મારા પરમહિતૈષી સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષ અને મંગલ કામનાઓનો સાથ-સહકાર સતત સાંપડી રહ્યો છે. તેઓશ્રીને શી રીતે વિસરાય ?
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy