________________
71
દ્રવ્યાનુયોગપમર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
← ટબામાં આવતા મતભેદવાળા પદાર્થના નિરૂપણ અંગે પ્રાચીન-અર્વાચીન-આગમિક-તાર્કિક શ્વેતાંબર -દિગંબર ગ્રંથ મુજબ તથા જૈનેતર દર્શનોના ગ્રંથ મુજબ તે-તે પદાર્થનું દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. જેમ કે –
· સપ્તભંગીમાં અવક્તવ્ય ભાંગો ત્રીજો કે ચોથો ? તે વિશે શ્વેતાંબર-દિગંબરના ૯ ગ્રંથ મુજબ અવક્તવ્ય ત્રીજો ભાંગો, શ્વેતાંબર-દિગંબરના ૧૫ ગ્રંથો અનુસાર ચોથો ભાંગો, બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય તથા બ્રહ્મસૂત્રભાસ્કરભાષ્યના નિરૂપણ મુજબ પણ ચોથો ભાંગો છે આ બાબત દર્શાવી છે. (જુઓ - ૪/૧૦).
·
•
•
-
ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક ? તે અંગે ૬૬ જેટલા શ્વેતાંબરીય ગ્રંથસંદર્ભો તથા ૯ દિગંબરીય ગ્રંથસંવાદો દર્શાવેલ છે. (જુઓ - ૮/૧૨ + ૧૩).
નૈગમનય સ્વતંત્ર છે કે નહિ ? તે વિષયમાં શ્વેતાંબરીય તથા દિગંબરીય ગ્રંથોના ૨૦ જેટલા અવતરણો બતાવેલ છે. (જુઓ - ૮/૧૫).
જીવાદિ તત્ત્વ સાત, આઠ, નવ કે દશ ? તે બાબતમાં શ્વેતાંબર-દિગંબર ૧૪ ગ્રંથોના અવતરણો કે અતિદેશ દ્વારા સાત તત્ત્વનું નિરૂપણ કરેલ છે. તેમજ ઉભયસંપ્રદાયના ૩૭ જેટલા ગ્રંથોના અવતરણો કે અતિદેશ દ્વારા નવ તત્ત્વનું પ્રતિપાદન કરેલ છે. જયધવલા મુજબ આઠ તત્ત્વ તથા અર્હદ્ગીતા મુજબ દશ તત્ત્વ પણ દર્શાવેલ છે (૮/૧૬).
ટબાના પદાર્થનો અન્ય ગ્રંથ સાથે વિરોધાભાસ જેવું જ્યાં જણાય, ત્યાં વિરોધાભાસ દૂર કરી તાત્પર્યાર્થ/સમાધાન જણાવવાનો પ્રયાસ પરામર્શકર્ણિકામાં અનેક સ્થળે કરેલ છે. જેમ કે –
• સમ્મતિતર્ક અને ભગવતીસૂત્ર વચ્ચે ભાસતા વિરોધનો પરિહાર (૧/૨). શબ્દને ગુણ કહેવામાં આવતા વિરોધનો ઉકેલ (૨/૨).
· ગુણના પર્યાય ન માનવામાં પ્રાપ્ત અનેક આગમવૃત્તિના વિરોધનું નિરાકરણ (૨/૨). ટબો અને તત્ત્વાર્થવૃત્તિ વચ્ચે જણાતા વિરોધનું નિવારણ (૨/૧૧).
રત્નપ્રભાને પર્યાયાર્થિકથી નિત્ય માનવામાં જીવાભિગમ સાથે વિરોધનું સમાધાન (૬/૧). ♦ શુદ્ધપર્યાયાર્થિક નામકરણમાં નયચક્ર વગેરે ગ્રંથ સાથે આવતા વિરોધનું શમન (૬/૧ + ૨). દેવસેનજી અને મહોપાધ્યાયજી વચ્ચે વિરોધનો વિરામ (૬/૫, ૧૪/૧૬). ટબાને પ્રમાણનયતત્ત્વાલોકની સાથે આવતા વિરોધનું દૂરીકરણ (૬/૧૧). અનુયોગદ્વાર સૂત્ર અને સંમતિતર્કાદિ ગ્રંથો વચ્ચે આવતા વિરોધની શાંતિ (૮/૧૩).
ટબા અને સ્યાદ્વાદકલ્પલતા-નયોપદેશવૃત્તિ-નયરહસ્ય વચ્ચે ઉપસ્થિત વિરોધનો નિકાલ (૮/૧૩). · ટબા તેમ જ અનુયોગદ્વાર-પ્રજ્ઞાપનાસૂત્ર વચ્ચે આવતા વિરોધની હકાલપટ્ટી (૧૦/૧૯). • ટબા અને શ્રાવકપ્રજ્ઞપ્તિ વચ્ચે જણાતા વિરોધની વિદાય (૧૫/૧/૬).
← ટબામાં પૂર્વાપર વિરોધ જેવું ક્યાંક જણાય તેનું પણ નિરાકરણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા કરેલ છે. જેમ • ઋજુસૂત્રસંમત સ્થૂલ ધ્રૌવ્ય (જુઓ - ૯/૨૭).