________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
63
(૧૨) રાસમાં કે ટબામાં આવતાં અઘરા દેશી શબ્દોના અર્થ પાદનોંધમાં અન્ય ગ્રંથના આધારે દર્શાવવા. આ અંગે અહીં પાદનોંધમાં અમે નીચેના ગ્રંથોનો નિર્દેશ કરેલ છે. ભગવદ્ ગોમંડલ, આરામશોભા રાસમાળા, પ્રાચીન ગુર્જર કાવ્ય, ગુર્જર રાસાવલી, ષડાવશ્યક બાલાવબોધ, અખાની કાવ્યકૃતિઓ, આનંદઘન બાવીસી સ્તબક, કુસુમાંજલિ, નેમિરંગ રત્નાકર છંદ, વિક્રમ ચરિત્ર રાસ, નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સિંહાસન બત્રીસી, કાદંબરી-પૂર્વભાગ, નંદ બત્રીસી, નલદવદંતી રાસ, નલાખ્યાન, પ્રદ્યુમ્નકુમાર ચઉપઈ, મદનમોહના, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જરકાવ્યો, પ્રાચીન ફાગુ સંગ્રહ વિગેરે. (જુઓ ૧/૩, ૧/૭, ૨/૫, ૨/૧૦, ૨/૧૩ વગેરે) સાતમા ભાગના અંતે પરિશિષ્ટ-પ માં આવા કુલ એકાવન ગ્રંથોની યાદી આપેલ છે.
(૧૩) મુદ્રિત પુસ્તકોમાં રહેલા ઢગલાબંધ અનાવશ્યક અલ્પવિરામ, પૂર્ણવિરામ, વિસર્ગ વગેરે ચિહ્નોને
દૂર કરવા. જરૂરી અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે નિશાનીઓ ઉમેરવી.
(૧૪) અર્થભેદ ન કરતા હોય તેવા હસ્તપ્રતના પાઠાન્તરોની નોંધ બને ત્યાં સુધી ટિપ્પણમાં ન કરવી. જેમ કે (૧) કહિઈ, કહિઈં, કહિયઈ, કહિયઈં, કહઈ, કહઈં, કહયઈ, કહયઈં, કહિઅઈ, કહિઅઈં, કહૈ, કહી, કહેઈ, કહેઈં, કહે, કહેંઅઇ, કહિઇ... (૨) પણિ, પિણ, પણ... (૩) છિં, છીં, છિઈ, છિ, છયઇ, છયઈં, છઈ, છઈ... આવા સમાનાર્થક ઢગલાબંધ પાઠાન્નરોનો પાદનોંધમાં પ્રાયઃ અમે અહીં નિર્દેશ કર્યો નથી.
(૧૫) ક્યારેક હસ્તપ્રતમાં ઘણો લાંબો પાઠ ગેરહાજર હોય, ત્યાં ત્રુટક પાઠના પ્રારંભ અને અંતમાં જે ફુદરડી વગેરે બે નિશાની કરી હોય તે અલગ-અલગ પૃષ્ઠમાં આવે. તેવા સંયોગમાં તે બંને પૃષ્ઠમાં ટિપ્પણમાં બે ફુદરડી વગેરે નિશાનીનો ઉલ્લેખ કરીને ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ અમુક હસ્તપ્રતમાં નથી તેવો ઉલ્લેખ કરવો. જેમ કે પૃષ્ઠ ૭+૮, ૩૪+૩૮, ૫૬+૬૪, ૭૦+૭૧ વગેરે. આવા સ્થાનો પણ આ ગ્રંથમાં અનેક છે.
તુ સંસ્કૃત વ્યાખ્યાની સંપાદનપદ્ધતિ દ્રવ્યાનુયોગપરામર્શની સ્તબકાનુસારી ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની સંસ્કૃત વ્યાખ્યાનું સંપાદન કરતી વખતે અમુક નિયમો નક્કી કર્યા. જેમ કે -
(૧) મૂળ શ્લોકોના પ્રતીકરૂપે જે શબ્દો સંસ્કૃત વ્યાખ્યામાં આવે તે મોટા બોલ્ડ ટાઈપમાં લેવા. (૨) દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉષ્કૃત સંદર્ભો નાના નોર્મલ ટાઈપમાં લેવા.
(૩)
દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં દર્શાવેલ ગ્રંથના અને ગ્રંથકારના નામ નાના બોલ્ડ ટાઈપમાં લેવા.
(૪) ન હૈં... શનીયમ્, ન ચ... વાત્ત્વમ્, અથ... શ્વેત્ ? મૈવમ્, નનુ...વેત્ ? ઉચ્યતે, તેન... નિરસ્તમ્, અનેન... પ્રત્યાઘ્યાતમ્, નેન... અપસ્તિતમ્... વગેરે પૂર્વપક્ષઘોતક શબ્દોને તેમજ યદ્યપિ... તથાપિ, તૅન.... ઘોતિતમ્, બનેન.... વ્યાવ્યાતમ્, તાવતા... સહિતમ્, વસ્તુ..... તત્તુ વગેરે સાપેક્ષ શબ્દોને ઈટાલિક્સ બોલ્ડ ટાઈપમાં લેવા.
(૫) ઉદ્ધૃત સંદર્ભોના ગ્રંથના અધ્યયન-ઉદેશા-શ્લોક વગેરેના ક્રમાંકની નોંધ ( )માં આપવી. જ્યાં ઉદ્ધૃત સંદર્ભોના મૂળ સ્થળ ખ્યાલમાં ન આવે ત્યાં જે ગ્રંથમાં તે ઉદ્ધૃત કરેલ હોય તે ગ્રંથનું યથાશક્ય નામ તથા શ્લોક ક્રમાંક ( )માં લખવો. (જુઓ - ૧૭૫૦,૧૭૫૬,૨૩૫૬ વગેરે).
(૬)