SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્થિ : * રાસ + ટકાની સંપાદનપદ્ધતિ # રાસની ૩૬ હસ્તપ્રતો અને મુદ્રિત પુસ્તકોને નજર સામે રાખીને રાસ + સ્તબક બંનેનું સંપાદન કરતી વખતે અમુક બંધારણો નક્કી કર્યા. જેમ કે – (૧) આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મ.ની પ્રેસકોપીના આધારે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ(મહેસાણા) તરફથી ઈ.સ. ૧૯૩૮ માં જે સ્તબક સહિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયેલ, તેને જ મુખ્ય આદર્શ તરીકે રાખવો. તે પ્રકાશન ચાર હસ્તપ્રતોના આધારે તૈયાર થયેલ છે. તેથી આ પ્રકાશનમાં ૩૬ + ૪ = ૪૦ હસ્તપ્રતોના આધારે શુદ્ધિ વગેરે કાર્યો સારી રીતે થાય. મુદ્રિત ટબાના બદલે હસ્તપ્રતનો દબો જો રાસની મૂળગાથાને અનુસરતો હોય તો તેવા સ્થળે હસ્તપ્રતનો જ પાઠ ગ્રહણ કરવો. મુદ્રિત ટબાના પાઠ મુજબ હસ્તપ્રતગત રાસનો પાઠ વધુ અનુકૂળ લાગે ત્યાં રાસની મૂળ ગાથારૂપે હસ્તપ્રતનો પાઠ લેવો. મહેસાણા પુસ્તક કરતાં હસ્તપ્રતમાં રહેલા રાસ-ટબામાં અધિક ઉપયોગી પાઠ મળે, શુદ્ધ પાઠ મળે, નવી સંસ્કૃત-ગુજરાતી પંક્તિ મળે તો તેનો રાસ-ટબામાં સમાવેશ કરવો તથા ક્યાંથી તે પાઠ લીધો ? તેની નોંધ ટિપ્પણમાં નીચે કરવી. (જુઓ- ૧/૧,૧૨,૧/૩, ૧/૪ વગેરે) મહેસાણા પુસ્તકમાં શુદ્ધ પાઠ મળતો હોય તો તેને યથાવત રાખી પાદનોંધ(Foot note)માં હસ્તપ્રતના પાઠાન્તરનો કે અશુદ્ધ પાઠોનો નિર્દેશ કરવો. (૬) ક્વચિત્ મુદ્રિત પુસ્તકોમાં અને હસ્તપ્રતોમાં સંદર્ભનો પાઠ અશુદ્ધ મળે ત્યાં અન્ય ગ્રંથોના આધારે યથાશક્ય પાઠશુદ્ધિ કરવી તથા તેની નોંધ ટિપ્પણમાં દર્શાવવી. (જુઓ-પૃ.૯૬૩ વગેરે) મુદ્રિત પુસ્તક અને હસ્તપ્રત બંનેમાં અશુદ્ધ પાઠ મળતો હોય તો અપેક્ષિત શુદ્ધ પાઠની કલ્પના કરીને ()માં પ્રશ્નાર્થચિહ્ન પછી શુદ્ધ પાઠ લખવો. (જુઓ - ૩/૫, ૧૪/૬ વગેરે) અથવા ટબાના અશુદ્ધ પાઠ પછી (?) મૂકવું. (જુઓ - ૨/૧૧ વગેરે) (૮) ટબામાં ત્રુટક પાઠ હોય ત્યાં ()માં અત્યંત જરૂરી પાઠ મૂકવો. (જુઓ - ૧૫/૧/૭ વગેરે) (૯) સ્વોપણ ટબામાં ઉદ્ધત પાઠના મૂળ સ્થાનો શોધી, તેની અધ્યયન-શ્લોક વગેરેની ક્રમાંકસહિત નોંધ ()માં મૂકવી. (જુઓ પૃષ્ઠ-૯૬૩, ૧૦૭૪, ૧૧૪૯, ૧૨૦૭ વગેરે) (૧૦) મુદ્રિત પુસ્તકોમાં તથા અનેક હસ્તપ્રતોની અંદર ટબામાં ઉદ્ધત પાઠ તેના મૂળ સ્થળમાં જુદો મળતો હોય તો ટબાના હસ્તપ્રતના પાઠને યથાવત્ રાખી મૂળ ગ્રંથના પાઠને પ્રશ્નાર્થસહિત ()માં જણાવવો. (જુઓ પૃષ્ઠ - ૩૮,૧૮૧૬ વગેરે) (૧૧) રાસની ગાથામાં જે શબ્દો હોય તેની વ્યાખ્યા કરતી વખતે ટબામાં તેનું પ્રતીક દર્શાવેલ ન હોય તો રાસના તે શબ્દો ()માં લખવા. જેથી વાચકવર્ગને રાસ અને ટબા વચ્ચે અર્થસંગતિ કરવી હોય તો સરળતા રહે. અહીં અમારે ટબામાં ૫૦૦ થી વધુ સ્થાને આવો નિર્દેશ કરવો પડેલ છે. (જુઓ પૃષ્ઠ - ૫,૧૪,૩૧,૪૪ વગેરે) તેમ છતાં ૧૦/૬ રાસની ગાથાના “કહિઈ શબ્દને તથા ૧૧/૧૦ રાસની ગાથાના “કિમ' શબ્દને ટબામાં ()માં પણ ગોઠવી શકાય તેમ ન હોવાથી ()માં ગોઠવેલ નથી. તે-તે સ્થળ જોવા દ્વારા વાચકવર્ગ આ બાબત સમજી શકશે. (૭)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy