________________
(૯)
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોમિ (૭) જે વ્યાખ્યાગ્રંથનો પાઠ સાક્ષીરૂપે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉદ્ધત કરેલ હોય તે વ્યાખ્યાગ્રંથમાં
તે વ્યાખ્યાકારે જે સાક્ષીપાઠ ઉદ્ધત કરેલ હોય, તેના પણ મૂળસ્થાન યથાશક્ય શોધી તેનો ઉલ્લેખ ()માં કરવો (જુઓ - ૧/૨, ૧/૪ વગેરે). પરામર્શકર્ણિકામાં જે સાક્ષીપાઠ લીધો હોય તે અશુદ્ધ જણાતો હોય તો તેવા સ્થળે ()માં પ્રશ્નાર્થચિહ્ન કર્યા પછી અપેક્ષિત શુદ્ધ પાઠ કાઉંસમાં જ આપવો. (જુઓ - ૧/૪, ૮/૧૫, ૯૭, ૧૧/૬ વગેરે) અથવા તેવા સ્થળે સાચો અપેક્ષિત પાઠ પૂર્વે જણાવી ()માં મુદ્રિત પુસ્તકાદિનો અશુદ્ધ પાઠ આપી ત્યાર પછી પ્રશ્નાર્થચિત કરીને કાઉંસ પૂરો કરવો (જુઓ – ૬/૧૦ વગેરે). અથવા ()માં ફક્ત પ્રશ્નાર્થચિહ્ન મૂકવું (જુઓ - ૯/૨૯ વગેરે). અથવા સંદર્ભનો અશુદ્ધ પાઠ પ્રશ્નાર્થચિહ્ન સાથે ()માં મૂકવો. (જુઓ - ૯૭ દેવેન્દ્રવ્યાખ્યા વગેરે). અથવા સંદર્ભના અશુદ્ધ પાઠના બદલે અન્ય ગ્રંથના આધારે શુદ્ધ પાઠ જ મૂકવો તથા ટિપ્પણમાં તેની સ્પષ્ટતા કરવી. (જુઓ - પૃષ્ઠ ૨૦૩ વગેરે) પરામર્શકર્ણિકામાં ટાંકેલ સાક્ષીપાઠ અપૂર્ણ જણાતો હોય તો તેવા સ્થળે અર્થાનુસંધાન મુજબ
અપેક્ષિત પાઠને ()માં દર્શાવવો. (જુઓ – ૨/૧ પૃ.૯૭ માં વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ પાઠ) (૧૦) ટબામાં જે શ્લોકાદિ ઉદ્ધરણ ટાંકેલા હોય તેને પરામર્શકર્ણિકામાં યથાશક્ય સટીક દર્શાવવા.
| (જુઓ - ૧/૨+૬, ૨૮, ૨/૧૧+ ૧૨, ૩/૧૫, ૪/૧, ૪પ વગેરે). અથવા અન્ય ગ્રંથોના
આધારે પૂર્ણ પાઠ ત્યાં મૂકીને ટિપ્પણમાં તેનો ખુલાસો કરવો. (જુઓ - ૯/૧૯ વગેરે.) (૧૧) ટબામાં સાક્ષીરૂપે ટાંકેલા જે શ્લોકો અપૂર્ણ હોય, અડધા હોય તે શ્લોકોનું મૂળ સ્થાન શોધી
સંપૂર્ણ શ્લોક પરામર્શકર્ણિકામાં દર્શાવવો. (જુઓ - ૧/પ+૯, ૨/૮+૯, ૮,૨૩, ૧૦/૨+૧૪,
૧૩/૧ વગેરે.) (૧૨) પરામર્શકર્ણિકામાં અનેક સ્થળે આવતા એક જ પદાર્થનું તથા સંદર્ભનું આગળ-પાછળ અનુસંધાન
જિજ્ઞાસુને રહે તે માટે ()માં તે-તે સ્થાનોનો ઉલ્લેખ કરવો. (જુઓ - ૨/૧, ૯/૨૮, ૧૦/૧ વગેરે.)
ર સમગ્ર ગ્રંથની યોજનાબદ્ધ સંપાદનપદ્ધતિ & સમગ્ર ગ્રંથનું આયોજનબદ્ધ સંપાદન કરવા માટે નીચે મુજબના ધારા-ધોરણો નક્કી કર્યા. જેમ કે :
(૧) પ્રત્યેક પૃષ્ઠમાં ઉપરના પ્રથમ ભાગમાં રાસ - ટબો, બીજા વિભાગમાં દ્રવ્યાનુયોગપરામર્શ અને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સંસ્કૃત વ્યાખ્યા, ત્રીજા વિભાગમાં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ (ગુજરાતી વિવેચન) તથા નીચે ચોથા વિભાગમાં પાદનોંધરૂપે પાઠાંતરો, રાસના દેશી શબ્દોનો અર્થસંદર્ભ અને ઉપરના પ્રાકૃત સંદર્ભોની છાયા લેવી.
(૨) દરેક પૃષ્ઠના શીર્ષકરૂપે સંસ્કૃત વ્યાખ્યાના વિષયોનો નિર્દેશ કરવો જેથી વાચકગણ તે-તે વિષયના પદાર્થોને સહેલાઈથી સમજી શકે તથા બાજુમાં જ શાખા/શ્લોકનો ક્રમાંક દર્શાવવો.
(૩) સમગ્ર રાસની ગાથાઓનો સળંગ ક્રમાંક તે તે ગાથા પછી તરત ()માં આપવો.
(૪) તમામ પૃષ્ઠમાં રાસ અને દબો તેટલા જ પ્રમાણમાં આપવો કે જેટલા પ્રમાણમાં યથાયોગ્ય સંસ્કૃત મૂળ શ્લોક (= દ્રવ્યાનુયોગપરામર્શ), તેની સંસ્કૃત વ્યાખ્યા (= પરામર્શ કર્ણિકા), તથા શ્લોકાર્થ