SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ • દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હદયોર્મિ (૨) અન્ય નોંધપાત્ર એક બાબત એ છે કે ટબામાં “નયચક્ર ગ્રંથકર્તા દેવસેન આવો ઉલ્લેખ મહોપાધ્યાયજીએ અનેક વખત કરેલ છે. (જુઓ - ૮૭, ૮/૨૪, ૧૪/૧૭ વગેરે) પરંતુ નયચક્રની એક પણ ગાથા ટબામાં ઉદ્ધત કરેલ નથી તથા ટબામાં “શુપવિછારી: પર્યાયા' (જુઓ-૨/૧૦, ૧૪/૧૭) આવું દેવસેનવચન ઉદ્ભૂત કરેલ છે, તે વચન પ્રાકૃત ભાષામાં રચાયેલ દેવસેનકૃત નયચક્રમાં નહિ, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલ દેવસેનકૃત આલાપપદ્ધતિ ગ્રંથમાં જ મળે છે. તથા “પ્રવિંશતિમવાદ.” વાળી જે કારિકા ટબામાં બે વાર (જુઓ - ૧૨/૧૩, ૧૩/૧૨) ઉદ્ધત કરેલ છે, તે પણ નયચક્રમાં નહિ પણ આલાપપદ્ધતિમાં જ ઉપલબ્ધ થાય છે. પરંતુ ટબામાં ક્યાંય પણ મહોપાધ્યાયજીએ આલાપપદ્ધતિનો નામોલ્લેખ સુદ્ધાં કરેલ નથી. ઇતિહાસવિદો માટે આ સંશોધનનો વિષય છે કે મહોપાધ્યાયજી મ. ના કાળમાં આલાપપદ્ધતિ ગ્રંથનું જ શું બીજું નામ નયચક્ર પ્રસિદ્ધ થયેલ હશે ? કે અન્ય કોઈ કારણસર મહોપાધ્યાયજીએ આલાપપદ્ધતિના બદલે નયચક્રનો ઉલ્લેખ ટબામાં કર્યો હશે ? (૩) ક્યારેક એવું પણ જોવા મળે છે કે નયચક્રનો નામોલ્લેખ કરવા પૂર્વક જે પદાર્થ ટબામાં બતાવેલ હોય, તે પદાર્થ ન તો દેવસેનકૃત નયચક્રમાં જોવા મળતો હોય કે ન તો દેવસેનકૃત આલાપપદ્ધતિમાં સંપૂર્ણપણે જોવા મળતો હોય. આ અંગેનો ખુલાસો તે-તે સ્થળે ટિપ્પણ-કર્ણિકાવ્યાખ્યામાં કરેલ છે. (જુઓ-૧૪/૧૫ અવતરણિકા વગેરે.) (૪) ‘મિથે મંતે! વાતો ત્તિ પમ્બુવ્વરૂ? જોયા નીવા જેવ, બગીવા વેવ’ – આવો પાઠ જીવાભિગમસૂત્રમાં જણાવેલ છે – આ મુજબ મહોપાધ્યાયજી મહારાજે ટબામાં ઉલ્લેખ કર્યો છે. (જુઓ - ૧૦/૧૧) પરંતુ વર્તમાન કાળે ઉપલબ્ધ મુદ્રિત સટીક જીવાભિગમસૂત્રમાં ઉપરોક્ત પાઠ ક્યાંય જોવા મળતો નથી. જો કે તત્ત્વાર્થસિદ્ધસેનીય વૃત્તિ, ધર્મસંગ્રહણિવૃત્તિ, દ્રવ્યાલંકાર, વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, કાળલોકપ્રકાશ, સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં પણ ઉપરોક્ત સંદર્ભ ઉદ્ભૂત છે. પણ તેમાં ક્યાંય જીવાભિગમના પાઠ તરીકેનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ ટબામાં મહોપાધ્યાયજીએ જીવાભિગમના પાઠ તરીકે તેને દર્શાવેલ છે. સંભવ છે કે મહોપાધ્યાયજીની પાસે જીવાભિગમસૂત્રની જે હસ્તપ્રત હોય, તેમાં તે પાઠ ઉપલબ્ધ હોય. (૫) તથા ૯/૨૪ ના સ્વોપલ્લટબામાં મહોપાધ્યાયજીએ ‘ સયેળ વિનારી..” ઈત્યાદિ શ્લોક સમ્મતિતર્કપ્રકરણવૃત્તિના શ્લોક રૂપે જણાવેલ છે. પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ સમ્મતિતર્ક પ્રકરણની મુદ્રિત વૃત્તિમાં તે શ્લોક પ્રાપ્ત થતો નથી. કદાચ તેઓશ્રી પાસે ઉપલબ્ધ સમ્મતિતર્કવૃત્તિની હસ્તપ્રતમાં તે પાઠ હોઈ પણ શકે ! ઈતિહાસવેત્તાઓ માટે ઉપરોક્ત બાબત સંશોધનનો વિષય બની રહે છે કે ઉપરોક્ત સંદર્ભો કાળના પલટાતા પ્રવાહની સાથે ક્યારે તે-તે મૂળ ગ્રંથોમાંથી લુપ્ત થઈ ગયા? તથા ઉપરોક્ત સંદર્ભો વર્તમાનકાળે ઉપલબ્ધ કયા મૂળ ગ્રંથોમાં મળે છે ? પરંતુ આ સંશોધનમાં વ્યગ્ર અને વ્યસ્ત બનીને સંશોધક ઈતિહાસવિદોએ નિજાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયને નિર્મળ કરીને પોતાને સસ્વરૂપે, પરમાર્થ સ્વરૂપે, અખંડ સ્વરૂપે જાણવાનું-માણવાનું લક્ષ્ય ચૂકી ન જવાય તેની પણ સાથે કાળજી રાખવી. , ગરવા ગુજરાતી ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં કૃતિ ! . શ્રમણ ભગવાન મહાવીરથી માંડીને વિક્રમની અઢારમી સદી સુધીમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે ભારતીય
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy