SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ • દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોર્મિ જ એક અનોખી ચમત્કૃતિ જ આ જ હકીકતને સમર્થન આપતી ધ્યાનાકર્ષક બીજી બાબત એ છે કે – સ્વીપજ્ઞ ટબાની મહત્તમ હસ્તપ્રતોમાં ઉપલબ્ધ સ્વપજ્ઞ ટબામાં “અધિકું અનેકાંતવ્યવસ્થાથી જાણવું – (૪/૧૩) આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. તથા જે હસ્તપ્રતોમાંથી રાસનું વિશાળકાય સ્વરૂપ ઉપલબ્ધ થયું, તેમાં “વ્યુત્પવિતમ્ અને વ્યવસ્થાપામ્ સમમઃ' – (૪૩) આ પ્રમાણે ઉલ્લેખ ઉપલબ્ધ છે. તથા અનેકાંતવ્યવસ્થામાં પણ પૃ.૫૪ ઉપર ‘સ્પિટપટમ્ પાસ્તમ્ પાપભ્રંશwવષે મમઃ - આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. આ આપભ્રંશિક પ્રબન્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ હોય - તેવું પ્રતીત થાય છે. કારણ કે મહોપાધ્યાયજીની અપભ્રંશ ભાષામાં આ એક જ કૃતિ દાર્શનિક જગતમાં ઉપલબ્ધ છે - તેવું જાણમાં છે. તથા અનેકાંતવ્યવસ્થામાં ભળાવેલ નવનયવિભાગનું ખંડન પણ પ્રસ્તુત રાસના ટબામાં વિસ્તારથી ઉપલબ્ધ થાય જ છે. આવા પ્રકારના બન્ને ઉલ્લેખો એવું માનવા મજબૂર કરે છે કે – સૌપ્રથમ મૂળ રાસ રચાયો હશે તથા તેના થોડા સમય બાદ તેની ઉપર સંક્ષિપ્ત અક્ષરગમનિકારૂપ સ્વોપજ્ઞ સ્તબક રચાયેલ હશે. ત્યાર બાદ વચગાળાના સમયમાં અનેકાન્તવ્યવસ્થા જેવા પ્રકરણોની રચના થઈ હોય અને ત્યાર બાદ પુનઃ રાસના કંઈક વિસ્તૃત ટબાની રચના થઈ હોય. રાસસ્તબક (પદ્મશઃ પ્રવન્ય) અને અનેકાંતવ્યવસ્થા - આ બન્ને ગ્રંથોનો નામોલ્લેખ પરસ્પર ગ્રંથોમાં મળે છે, તે પણ એક ચમત્કૃતિ જ ગણી શકાય. પૂર્વોક્ત ત્રણેય હસ્તપ્રતોમાં તે બૃહપરિમાણયુક્ત ટબો ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રકાશનમાં આ બૃહસ્પરિમાણ સ્વોપજ્ઞટબાનો મુખ્યતયા સમાવેશ કરેલ છે. તથા અન્ય હસ્તપ્રતોમાં મળતા ઉપયોગી પાઠાન્તરનો સમાવેશ કરી, અશુદ્ધ કે સામાન્ય પાઠાન્તરોનો પાદનોંધ[Foot note]માં નિર્દેશ કરીને પ્રસ્તુત પ્રકાશનનું સંપાદન કરેલ છે. મહેસાણાથી મુદ્રિત પુસ્તકાકાર ‘દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ સ્તબક સહિત” શુદ્ધપ્રાયઃ હોવાથી તેને મુખ્ય આદર્શરૂપે રાખી, તેમાં બૃહસ્પરિમાણ ટબાનો સમાવેશ કર્યો છે. વિજ્ઞ વાચકવર્ગે આ ગ્રંથરાજના અભ્યાસ-અનુશીલન દ્વારા મોહ સાથેની સગાઈ તોડીને સચ્ચિદાનંદમયી મુક્તિરામણીની સાથે અતૂટ સગપણ કરવાનું છે. - ઈતિહાસવેત્તાઓ માટે સંશોધનનો વિષય - (૧) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ-સ્તબકમાં ગૌણ પ્રતિવાદી તરીકે નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, વેદાન્તી, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર બૌદ્ધ, શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધ, મીમાંસક વગેરેને ઓઘથી ગોઠવ્યા છે. તેમજ ક્વચિત્ વિશેષ નામોલ્લેખપૂર્વક પશુપાલ, દીધિતિકાર, વર્ધમાન ઉપાધ્યાય વગેરે નવ્યર્નયાયિકોને પણ ગૌણરૂપે પ્રતિવાદી તરીકે જણાવેલ છે (જુઓ-૪૩, ૧૦૮). તથા મુખ્ય પ્રતિવાદી તરીકે દિગંબર દેવસેનને ગોઠવેલ છે. દેવસેનજીએ નયચક્ર અને આલાપપદ્ધતિ ગ્રંથ રચેલ છે. અનેક ઠેકાણે નયચક્રનો નામોલ્લેખ કરવાપૂર્વક દેવસેનમતને મહોપાધ્યાયજીએ રાસમાં રજૂ કર્યો છે. તથા તેની સમીક્ષા પણ કરી છે. પરંતુ ક્યારેક એવું પણ બનેલ છે કે ટબામાં “નયચક્ર' ગ્રંથનો નામોલ્લેખ કર્યો હોય પણ વર્તમાનમાં ઉપલબ્ધ દેવસેનકૃત નયચક્રમાં તે પદાર્થનું નિરૂપણ જોવા ન મળતું હોય, પરંતુ દેવસેનકૃત આલાપપદ્ધતિમાં તે પદાર્થનું પ્રતિપાદન ઉપલબ્ધ થતું હોય (જુઓ૮/૭). અમે આ સ્થળે “રાસ' મુજબ નયચક્રનો ઉલ્લેખ “દ્રવ્યાનુયોગપરામર્શ' માં કરેલ છે. તથા સંસ્કૃતવ્યાખ્યામાં ઉપલક્ષણથી “આલાપપદ્ધતિ' નો નિર્દેશ કરેલ છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy