SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્શિકા-સુવાસકારની હૃદયોર્મિ♦ સૌપ્રથમ તેઓશ્રીએ ફક્ત મૂળ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની રચના કરી હશે. મતલબ કે રાસની સાથે ટબાની રચના કે રાસરચના પછી તરત જ ટબાની રચના નહિ કરી હોય. આવું સ્વીકારવા માટે મારું મન એટલે લલચાય છે કે પૂ.ઉપાધ્યાયજી મ.સા.ના ગુરુ મ.સા. પં.નયવિજયજી મહારાજે લખેલી રાસની જે હસ્તપ્રત મને ઉપલબ્ધ થઈ, તેમાં માત્ર રાસની ગાથાઓ જ છે, ટબો નથી. તે હસ્તપ્રતની પુષ્પિકાની પંક્તિઓ પૂર્વે જણાવેલ જ છે. તેમાં મહત્ત્વપૂર્ણ પંક્તિ છે 'लिखितश्च ભટ્ટાર શ્રીવિનયદેવસૂરિરાજ્યે પં.નર્યાવનયન શ્રીસિદ્ધપુરનારે પ્રથમાવર્શ'' આના દ્વારા આપણે કલ્પી શકીએ કે જો મૂળગાથાની સાથે જ ટબાની રચના થઈ ગઈ હોય તો પ્રથમાદર્શ પણ ટબાસહિતનો જ હોય ને ! પરંતુ પ્રથમાદર્શ ટબા વિના ફક્ત મૂળગાથાયુક્ત મળે છે. માટે કલ્પી શકાય કે સૌ પ્રથમ ફક્ત રાસની મૂળગાથાઓ જ મહોપાધ્યાયજી મ.સા.એ રચી હોય. 40 ત્યાર બાદ અધ્યેતાઓને પડતી કઠિનાઈને લક્ષમાં રાખી, અલ્પજ્ઞ જીવો ઉપર ઉપકાર કરવા માટે કરુણાપ્લાવિત હૃદયથી મહોપાધ્યાયજીએ ટબાની રચના પાછળથી કરી હોય. (૧) ટબાની રચનામાં પણ હમણાં જણાવ્યા મુજબ સૌ પ્રથમ તેઓશ્રીએ સંક્ષિપ્ત ટિપ્પણીસ્વરૂપે લઘુપરિમાણવાળા ટબાની રચના કરી હશે.(જુઓ-કોબા હસ્તપ્રત-ક્રમાંક ૨૪૯૦૧) તથા (૨) ત્યાર બાદ જિજ્ઞાસુઓ તરફથી માંગણી આવતા કે સ્વેચ્છાથી બીજી વાર મધ્યમપરિમાણવાળા ટબાની રચના કરી હશે. (તેના સ્વરૂપને જાણવા માટે જુઓ - અનેક સંસ્થાઓ દ્વારા આ પૂર્વે પ્રકાશિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો ટબો'). તેમજ (૩) વિસ્તારરુચિ સમ્યગ્દર્શનની કામનાવાળા તત્ત્વપિપાસુવર્ગ માટે મહોપાધ્યાયજીએ બૃહત્પરિમાણવાળા ટબાની પાછળથી રચના કરી હશે. તેના સ્વરૂપને જાણવા માટે જુઓ - (૧) પ્રસ્તુત પ્રકાશનના સાતેય ભાગ અથવા (૨) અધ્યાત્મ અનુયોગથી વિભૂષિત, ટબાસહિત નૂતન સંપાદિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ના બે ભાગ (પ્રકાશક :- શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - ઈલ, મુંબઈ). * સંભાવનાનું સમર્થન - દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્વોપન્ન સ્તબકમાં (૮/૨૨) ‘સńધર્મન્ડનં.... ઈત્યાદિ શ્લોક મળે છે, તે રાસના મુદ્રિત તમામ પ્રકાશનોમાં તથા મહત્તમ હસ્તપ્રતોમાં ઉપલબ્ધ થાય છે. આ શ્લોક જ્ઞાનસારના ૨૦મા અષ્ટકની દ્વિતીય કારિકા તરીકે વર્તમાનમાં પ્રસિદ્ધ છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ‘જ્ઞાનસાર એ મહોપાધ્યાયજી મ.સા.ની પ્રૌઢ અવસ્થાની કૃતિ છે’ - આવો પ્રવાદ શ્રમણવર્ગમાં તથા ઈતિહાસવિદ્દ્ના વર્તુળમાં પ્રસિદ્ધ છે. તથા પૂર્વે જણાવી ગયેલા અનેક પ્રમાણોથી મૂળ ગ્રંથનું રાસનું નિર્માણ મહોપાધ્યાયજીએ ૩૧ વર્ષની વયે ઈ.સ.૧૭૧૧માં કરેલ છે - એ હકીકત નિશ્ચિત છે. જો તુરંતમાં જ સંપૂર્ણ અને વિસ્તૃત ટબાની રચના થઈ ગઈ હોય તો આ શ્લોક ટબામાં આવ્યો શી રીતે ? તે વિચારણીય બને છે. આનાથી પણ તે વાત ફલિત થઈ શકે છે કે મધ્યમ અને વિસ્તૃત સ્તબકની રચના મહોપાધ્યાયજી મહારાજે પાછળથી કરી હશે. મતલબ કે ત્રણ તબક્કે આ ટબાની રચના થઈ હશે. પરિણામે, આપણે ટબાના પરિમાણના જન્ય, મધ્યમ અને બૃહત્ - એવા ત્રણ ભેદ સ્વીકારી શકીએ છીએ. - –
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy