________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકાન્સવાસકારની હદોર્મિ છે દર્શનોમાં જે-જે વિચારો વ્યક્ત થયા તેનું નિરીક્ષણ અને પરીક્ષણ આ ગ્રંથમાં છવાયેલ છે. દ્રવ્ય-ગુણ -પર્યાય અંગે દિગંબર સંપ્રદાયની માન્યતાનું નિવેદન અને નિરાકરણ પણ અહીં દષ્ટિગોચર થાય છે. તેમાંય શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાયજી મહારાજ જેવા દિગ્ગજ વિદ્વાનની કસાયેલી કલમથી (૧) સ્વતંત્ર (શ્વેતાંબર આમ્નાય), (૨) સમાનતંત્ર (દિગંબર સંપ્રદાય) તથા (૩) અન્યતંત્ર (નૈયાયિક-બૌદ્ધાદિ દર્શન) સંબંધી ગ્રંથના સંદર્ભો અને અભિનવ યુક્તિઓ પીરસાય તેમ જ સર્વજ્ઞસંમત તત્ત્વોનું અબાધિતપણે પ્રસ્થાપન થાય એ એક અલૌકિક ઘટના છે. તેથી જ સ્વોપજ્ઞ સ્તબક સહિત પ્રસ્તુત રાસ ભલે ગુજરાતી ભાષામાં હોય છતાં તેનું મહત્ત્વ જૈનદર્શનમાં અજોડ છે. આ મહત્તાને ધ્યાનમાં રાખીને ‘દ્રવ્ય-ગુણ -પર્યાય રાસ નો આધાર લઈને ભોજસાગર કવિએ સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગતર્કણા' નામનો સટીક ગ્રંથ રચેલ છે. ગુજરાતી ભાષામાં લખાયેલ ગ્રંથના આધારે, તેને પ્રાયઃ અક્ષરશઃ અનુસરીને સંસ્કૃત ભાષામાં નવો ગ્રંથ રચાય, તે ઘટના જૈન શાસનના ઇતિહાસમાં સૌપ્રથમવાર બની હશે. આ ઘટના પણ ‘દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ કેટલો મહત્ત્વપૂર્ણ છે ? તે વિચારવાની દિશામાં અંગુલિનિર્દેશ કરે છે.
શ્રીપરમશ્રુતપ્રભાવક મંડળ (મુંબઈ) તરફથી “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા' ૬-૮ અંતર્ગત ‘દ્રવ્યાનુયોગતર્કણા-સટીક' ગ્રંથ વીરનિર્વાણ સંવત-૨૪૩૨ માં પ્રકાશિત થયેલ છે. પંડિત ઠાકુરપ્રસાદ શર્માજીએ કરેલ હિન્દીભાષાનુવાદ પણ તેમાં મુદ્રિત છે. દ્રવ્ય-ગુણ-પર્યાય રાસમાં કુલ ૧૭ ઢાળ છે. જ્યારે દ્રવ્યાનુયોગતર્કણામાં ૧૫ મી ઢાળના ૮ દુહા સુધીનું નિરૂપણ કરીને ગ્રંથને પૂર્ણ કરવામાં આવેલ છે. છેલ્લે ૧૩ શ્લોકપ્રમાણ સ્વગુરુપરંપરા-પ્રશસ્તિ તેમણે આપેલ છે. પ્રશસ્તિમાં ઉલ્લેખ મળે છે કે શ્રીભાવસાગરસૂરિના શિષ્ય વિનીતસાગરજીના શિષ્ય ભોજસાગરજીએ દ્રવ્યાનુયોગતકણા ગ્રંથ રચેલ છે.
જ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના પૂર્વપ્રકાશનો (૧) “શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા' દ્વારા ઈ.સ.૧૯૩૮ માં, સ્તબક સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો
રાસ પ્રગટ થયો. કુલ ૨૭૬ + ૧૨૭ = ૪૦૩ પૃષ્ઠ – આમ બે વિભાગમાં તે પુસ્તક વહેંચાયેલ છે. તેમાં પ્રથમ વિભાગમાં વિસ્તૃત વિષયાનુક્રમ, ઉપરાંત અંતમાં તેના છૂટા બોલ’, ત્રણ નિબંધ, રાસની સંસ્કૃત પંક્તિઓનો અનુવાદ મળે છે. તે જ પુસ્તકના બીજા વિભાગમાં જંબૂસ્વામીનો રાસ, મહોપાધ્યાયજી મ.ના બે પત્રો વગેરે છાપેલ છે. શ્રીપુણ્યવિજયજી મહારાજે તૈયાર કરેલ પ્રેસ કોપીને મુખ્ય રાખીને એ પ્રકાશનમાં રાસનું સંશોધન થયેલ છે. તે જ સંસ્થા દ્વારા તે જ
સાલમાં પ્રકાશિત થયેલ અમુક પુસ્તકમાં ફક્ત ૨૭૬ પૃષ્ઠવાળો પ્રથમ વિભાગ જ ઉપલબ્ધ થાય છે. (૨) “શ્રી જૈન સાહિત્યવર્ધક સભા-અમદાવાદ તરફથી વિ.સં. ૨૦૨૦ માં, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'
પ્રકાશિત થયો. તેમાં સ્વપજ્ઞ ટબાની સાથે પૂ.પં. શ્રીધુરંધરવિજય ગણી દ્વારા કરાયેલ ગુજરાતી વિવેચન ઉપલબ્ધ છે. કુલ ૨૨૮ પૃષ્ઠ તે પુસ્તકમાં છે. તેનું પુનઃ પ્રકાશન વિ.સં. ૨૦૪૨ માં
મહોપાધ્યાયજી મ.ની ત્રિશતાબ્દીના મહોત્સવ પ્રસંગે થયેલ. (૩) વિ.સં. ૨૦૪૫ માં પં. શાંતિલાલજીએ કરેલ ગુજરાતી વિવેચનથી યુક્ત સ્વોપજ્ઞ ટબા સહિત
‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' પ્રકાશિત થયો. અમદાવાદ(વાસણા)થી પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં ૨૫૦ પૃષ્ઠ છે.