________________
36
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ •
એમાં માખણ છે. (આપણી ચાલુ) ભાષામાં આટલી બધી વિશિષ્ટ વસ્તુ હોય તેથી તે મારે મન સંમતિતર્કથી પણ વધારે મહત્ત્વનો ગ્રંથ છે. તેથી એનું સંપાદન ધૈર્યપૂર્વક ઉદારતાથી કરવું ઘટે. તેમ થતાં તત્ત્વાર્થની મુશ્કેલી દૂર થશે અને પાઠ્ય તત્ત્વગ્રંથનું નવું જ પ્રસ્થાન શરૂ થશે.” (જૈન યુગ - સં. ૧૯૮૪, ભાદરવો મહિનો. પૃ.૫/૬)
છે અનુપમ ગ્રન્થરાજની અદ્ભુત અજાયબી છે
પ્રસ્તુત ગ્રંથરાજની અનેક અજાયબીઓમાં સૌથી વધુ આશ્ચર્યજનક અજાયબી તો પ્રસ્તુત ગ્રંથરાજના નામ સાથે સંકળાયેલી છે. આ ગ્રંથરાજનું ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' આ નામ સાંપ્રત શ્રમણસંઘમાં સુપ્રસિદ્ધ છે. બાહુલ્યેન તે જ રૂપે આ ગ્રંથરાજનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે પૂર્વકાલીન મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ આ કૃતિની અંદર ક્યાંય પણ મહોપાધ્યાયજીએ ‘દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ' આ નામનો ઉલ્લેખ કર્યો હોય તેવું જોવા મળતું નથી.
સામાન્યથી ગ્રંથના શરૂઆતના શ્લોકોમાં જ ગ્રંથનું નામ જણાવવામાં આવતું હોય છે. પ્રસ્તુત ગ્રંથરાજના પ્રથમશ્લોકનો ઉત્તરાર્ધ છે - ‘આતમઅર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્ય અનુયોગવિચાર.' આ પંક્તિ દ્વારા ‘દ્રવ્યાનુયોગવિચાર' આવું ગ્રંથરાજનું નામ ફલિત થઈ શકે છે કે જે સાન્વર્થ છે.
સ્વોપજ્ઞ ટબાના મંગલશ્લોકનો ઉત્તરાર્ધ આ મુજબ છે - ‘દ્રવ્યાનુયોગરાસભ્ય માવું મવિહિતાવહમ્' આના દ્વારા ‘દ્રવ્યાનુયોગરાસ' આવું નામ ફલિત થઈ શકે છે. શ્રીકૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબામાં આગ્રાની જે હસ્તપ્રત (આ.૧) છે, તેમાં દ્રવ્યાનુયોગસારણ્યમાયં વિદિતાવદમ્ ।।' આ પ્રમાણે મંગલશ્લોકનો ઉત્તરાર્ધ ઉપલબ્ધ થાય છે, તેના દ્વારા ‘દ્રવ્યાનુયોગસાર’ - આવું ગ્રંથરાજનું નામ ફલિત થાય છે. આ બન્ને નામો સાન્વર્થ તથા ગ્રંથના નામ તરીકો શોભી ઉઠે તેવા છે. મુદ્રિત તમામ પુસ્તકોમાં આ બન્નેમાંથી એક પણ નામનો ઉલ્લેખ મળતો નથી.
શ્રીસિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડારમાંથી ઉપલબ્ધ થયેલ હસ્તપ્રત(=સિ.)માં તથા શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબામાંથી ઉપલબ્ધ થયેલ આગ્રા સંબંધી હસ્તપ્રત(=આ.૧)માં સ્વોપન્ન ટબાની શરૂઆતની જ પંક્તિમાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો ટબાર્થ લખઇ છે શ્રીગુરુપ્રસાદાત્' - આ પ્રમાણે ઉલ્લેખ છે. આ પંક્તિ પ્રાચીન મુદ્રિત પુસ્તકોમાં ક્યાંય નથી. આ પંક્તિ દ્વારા ‘દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ’– આવું નામ ફલિત થઈ શકે છે. આ જ આગ્રાસંબંધી હસ્તપ્રતમાં ગ્રંથના અંતે પ્રશસ્તિમાં પણ ‘કૃતિ શ્રીદ્રવ્ય-મુળ-પર્યાયનો રાસ સમ્પૂર્ણ' - આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ આ નામ ફલિત થાય છે.
ગ્રન્થકારના ગુરુદેવ શ્રીનયવિજયજી મહારાજે લખેલ પ્રથમાદર્શમાં અંતે પ્રશસ્તિમાં ‘કૃતિદ્રવ્યમુળ-પર્યાયરાસ' – આવો સામાસિક ઉલ્લેખ છે. જે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ - આવા નામ તરફ અંગુલિનિર્દેશ કરે છે. પ્રાયશઃ ગ્રન્થના નામની અંદર વિભક્તિનો નિર્દેશ ગ્રંથકારો ટાળતા હોય છે. પ્રાયઃ ગ્રંથનું નામ અખંડ જ રાખવામાં આવતું જોવા મળે છે. પૂ. નયવિજયજી મહારાજે લખેલ હસ્તપ્રત એ પ્રથમાદર્શ છે, સૌથી પ્રાચીન પ્રત છે - તે વાતની નોંધ લેવી ઘટે. આ હસ્તપ્રત પાલનપુરના જ્ઞાનભંડારની છે. શ્રીકેલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર, કોબાની ક્રમાંક ૭૧૮૯ વાળી હસ્તપ્રતના અંતે પ્રશસ્તિમાં