________________
37
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે શ્રીમદોપાધ્યાયશ્રીયશોવિનયનગિની ત: સૂત્ર-દવાર્થરૂપરા, સંપૂર્ણતામાન - આ પ્રમાણે ઉલ્લેખ છે. અહીં “સૂત્ર-ટબાર્થરૂપ રાસ - આ પ્રમાણે ઉલ્લેખ છે.
ભાભાના પાડાનો જ્ઞાનભંડાર-પાટણ - અહીંથી ઉપલબ્ધ થયેલ હસ્તપ્રતમાં અંતે પ્રશસ્તિમાં “તિ શ્રીદવ્ય-TO-પર્યાયરસસૂત્રવાર્થ સમ્પર્ક - આ પ્રમાણે ઉલ્લેખ છે. જે “દ્રવ્ય-ગુણ-પર્યાયરાસસૂત્ર' - આવા પ્રકારના નામનો ઉલ્લેખિત કરે છે.
સામાન્યથી હસ્તપ્રતલેખકો ગ્રંથના નામમાં અક્ષરના ફેરફારને પણ સદંતર વર્જ્ય ગણતા હોય છે. જ્યારે અહીં લેખકોએ શબ્દોની વધ-ઘટ કરી જુદા જુદા નામો દર્શાવ્યા છે. તે શું પ્રસ્તુત ગ્રંથના નામની અનિશ્ચિતતા ઘોતિત કરે છે ? શું ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ’ કે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” આવું નામ તે સમયે અતિપ્રસિદ્ધ નહીં થયું હોય? કદાચ મૂલકૃતિમાં ગ્રંથના નામનો સ્પષ્ટોલ્લેખ ન હોવાથી પણ લેખકો આવી છૂટ લેવા પ્રેરાયા હોય ! – આવી ઘણી સંભાવનાઓ અંતરમાં ઉભરાય છે.
અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં પૃ.૫૪ ઉપર ‘કાપભ્રંશવપ્રવળે' - આ પ્રમાણેના ઉલ્લેખ દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજનું સૂચન કરેલ છે. આ ઉલ્લેખકર્તા પ્રસ્તુત ગ્રંથરાજના કર્તા મહોપાધ્યાયજી મહારાજ જ છે.
(૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ (૩) દ્રવ્યાનુયોગવિચાર
(૪) દ્રવ્યાનુયોગરાસ (૫) દ્રવ્યાનુયોગસાર
(૬) સૂત્રટબાર્થરૂપરાસ (૭) દ્રવ્ય-ગુણ-પર્યાયરાસસૂત્ર (૮) આપભ્રંશિકપ્રબંધ
પ્રસ્તુત ગ્રંથરાજના આટલા નામો ઉપરોક્ત વિચાર-વિમર્શથી ફલિત થાય છે - તેમ કહી શકાય. અથવા તો આટલા શબ્દો દ્વારા પ્રસ્તુત ગ્રંથરાજને નવાજવામાં આવેલ છે – તેમ કહી શકાય. જેના નામમાં પણ અનેકાંત છે અને કામમાં પણ અનેકાંતસ્થાપન છે તેવા આ કાન્ત ગ્રંથરાજની આ અજાયબી સહુને માટે આશ્ચર્યપ્રદ બની રહેશે. સૂચિત નામોની "આઠ" સંખ્યા અષ્ટકર્મના નિકંદન માટે પ્રોત્સાહિત કરી રહે - તે ઈચ્છનીય છે.
0 દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્વોપજ્ઞ સ્તબક(ટલા) અંગે કાંઈક છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પૂર્ણ કરીને મહોપાધ્યાયજીએ તેમાં નિહિત પદાર્થોને અને પરમાર્થોને પ્રસ્ફરિત કરવા માટે સ્તબક(ટબો) રચેલ છે. જૂની ગુજરાતી ભાષામાં તથા ક્વચિત્ સંસ્કૃત ભાષામાં સ્તબક ગૂંથાયેલ છે. સ્તબકની રચનાશૈલી જોતાં તેની અનેક લાક્ષણિકતાઓ નીચે મુજબ જણાઈ આવે છે. (૧) સંક્ષેપમાં રાસનું સ્પષ્ટીકરણ કરવું એ મુખ્ય લક્ષ્ય રહ્યું છે. (૨) તેથી જ અનેક સ્થળે તેમાં અવતરણિકા આપેલ નથી. (૧/૪ + ૫ + ૯ વગેરે). (૩) અનેક સ્થળે રાસની વિવેચના કરતા હોય ત્યારે ગાથાના મૂળ શબ્દનો પ્રતીક તરીકે ટબામાં
ઉલ્લેખ કરતાં નથી. ઝડપથી આગળ વધે છે. અનેક સ્થળે નવ્ય ન્યાયની પરિભાષાનો તેઓશ્રીએ ઉપયોગ કરીને દ્રવ્યાનુયોગના પદાર્થોને પરિષ્કૃત રીતે તથા પારદર્શક રીતે રજૂ કરેલ છે. નવમી ઢાળની ૧૨-૧૩મી ગાથામાં જૂની ગુજરાતી ભાષામાં પણ નવ્યન્યાયની પરિભાષાનો પ્રકર્ષ જોવા મળે છે.
(૪)