SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ 35 પ્રબુદ્ધતા, પારદર્શક પરદર્શનપારગામિતા પ્રજ્વલિત પુરવાર થાય છે. સિદ્ધપુરમાં આ ગ્રંથની રચના થઈ છે. આપણા આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોને વિશુદ્ધ કરવાનું અમોઘ સામર્થ્ય આ ગ્રંથમાં નિહિત છે. 8 ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' વિશે પ્રાચીન ઉદ્ગાર ઊ (૧) ‘ગુજરાતી સાહિત્ય કોશ' (ખંડ-૧ મધ્યકાળ) માં ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' અંગે જણાવેલ છે કે “કવિના શાસ્ત્રજ્ઞાનના આલેખનની દૃષ્ટિએ મૂલ્યવાન ગણાયેલો ૧૭ ઢાળ અને *૨૮૪ કડીનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ/‘દ્રવ્ય-ગુણ અનુયોગ વિચાર' (ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, અસાડ) માં દ્રવ્ય-ગુણ અને પર્યાયના લક્ષણો ને સ્વરૂપોનું વર્ણન અનેક સમુચિત દૃષ્ટાંતોથી થયેલું છે.” (પૃ.૩૩૩, પ્રકાશક ગુજરાતી સાહિત્ય પરિષદ્, અમદાવાદ, મુખ્ય સંપાદકો - જયંત કોઠારી વગેરે). (૨) ‘યશોજીવન પ્રવચનમાળા’ માં ‘એક ઃ યશસ્વી ગુરુપરંપરા' શીર્ષકવાળા (પૃ.૧૦) લેખમાં જણાવેલ છે કે “ખૂબીની વાત તો એ છે કે ઉપાધ્યાયજી મહારાજ જે કૃતિઓની રચના કરતા તેની શુદ્ધ સ્વચ્છ નકલો કરવાનું કામ તેમના ગુરુ પૂ. નયવિજયજી મહારાજ કરતા. દા.ત. વિ.સં. ૧૭૧૧ માં રચાયેલા ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ની નકલ પાલનપુરના ભંડારની, પૂ. નયવિજયજી મહારાજના હાથની લખેલી આજે પણ સચવાયેલી છે. “सं.१७११ वर्षे पंडितजसविजयगणिना विरचितः संघवी हांसाकृते आसाढमासे श्रीसिद्धपुरनगरे लिखितश्च श्रीभट्टारक श्रीदेवसूरिराज्ये पं. नयविजयेन श्रीसिद्धपुरनगरे प्रथमादर्शः । सकलविबुधजनचेतश्चमत्कारकारकोऽयं रासः । सकलसाधुजनैरभ्यसनीयः । श्रेयोऽस्तु संघाय । (પત્ર ૧૧-૧૬ પાતળપુર સંધ ભંડાર વા.૪૬ નં.૧૦, નૈન ગુ.વિલો મા.૪ પૃ.૨૦૦)” (૩) ‘શ્રુત સરિતા’માં પ્રકાશિત થયેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : એક નોંધ' - આવા શીર્ષકવાળા લેખમાં દલસુખ માલવણીયાએ જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - એ ગ્રંથ ઘણા ભાગે ગુજરાતીમાં તે સૈકામાં લખાયેલ એક માત્ર દાર્શનિક ગ્રંથ હોવાનો સંભવ છે. આમ ગુજરાતી ભાષામાં લખાયેલ દાર્શનિક સાહિત્યમાં આનું મહત્ત્વનું સ્થાન છે.” (પૃ.૨૧૮) 66 (૪) આજથી ૮૪ વર્ષ પૂર્વે ‘જૈન યુગ’ મેગેઝીનમાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' આ હેડિંગવાળા લેખમાં જણાવેલ છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ પ્રવચનસાર, દ્રવ્યસંગ્રહ અને તત્ત્વાર્થસૂત્રના પંચમ અધ્યાય કરતાં પણ વધારે મહત્ત્વનો છે. કેટલીક દૃષ્ટિએ અને કેટલીક બાબતોમાં તે સંમતિતર્કના મૂળનું સ્થાન લે છે. તેથી એનું સંસ્કરણ એટલું જ મહત્ત્વનું છે. એનું સંપાદન યોગ્ય રીતે થાય તો સર્વત્ર તાત્ત્વિક પાઠ્યક્રમમાં એ પ્રથમ સ્થાન લે. (આપણી ચાલુ) ભાષામાં હોવાથી ઘણા લોકોને ઘણો લાભ સહેજે થાય અને આપોઆપ વિવિધ ભાષાઓમાં પરિણમે. એ ગ્રંથ સેંકડો ગ્રંથોના દોહનરૂપ છે. તેમાં ઉલ્લેખો પણ એટલા જ છે અને ક્યાંક ઉલ્લેખો ન હોય છતાં પણ ઘણા જૈન-જૈનેતર ગ્રંથોનાં સ્થળો મૂક્યાં છે. તે બંને સંપ્રદાય (= શ્વેતાંબર-દિગંબરસંપ્રદાય સંબંધી ગ્રંથોનું) ઉપરાંત જૈનેતર વિશિષ્ટ ગ્રંથોનું *. (૧) શ્રીનયવિજયજી મહારાજે લખેલ પ્રથમાદર્શમાં ૯૭મી ગાથા લખવાની રહી ગયેલ છે, જે અન્ય હસ્તપ્રતોમાં ઉપલબ્ધ છે (૨) મહેસાણા પ્રકાશિત રાસમાં ગાથાનો સળંગ ક્રમાંક ૧૨૨ બેવડાયેલ છે. (૩) તથા પં. શાંતિલાલ દ્વારા પ્રકાશિત મુદ્રિત પુસ્તકમાં રાસની ગાથાનો સળંગ ક્રમાંક ૨૨૯ બેવડાયેલ છે. તેથી રાસ ૨૮૪ કડી પ્રમાણ હોવાનો ભ્રમ વ્યાપકપણે સર્વત્ર ફેલાયેલ છે. હકીકતે રાસની કડી ૨૮૫ છે, ૨૮૪ નહીં. આગળ પણ સર્વત્ર આમ સમજવું.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy