SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 34 • દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા સુવાસકારની હૃદયોર્મિ છે ભણઈ' (ગાથા-૨૮૪) આવો ઉલ્લેખ મળે છે. તેના આધારે કહી શકાય કે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપાધ્યાયપદની પ્રાપ્તિ પૂર્વે પોતાની કવિ અવસ્થામાં આ ગ્રંથ રચ્યો હશે. સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ, ન્યાયખંડખાદ્ય વગેરે આકર ગ્રંથોની પૂર્વે આ પ્રસ્તુત ગ્રંથની રચના થઈ હશે. તથા “રહસ્ય' પદાલંકૃત ૧૦૮ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કર્યા પછીના કાળમાં આ ગ્રંથ રચાયેલ હશે. કેમ કે રાસના સ્વપજ્ઞ ટબામાં ભાષારહસ્ય (૧૧/૬), ઉપદેશરહસ્ય (૧૫/૧/૫) ગ્રંથની ગાથા તેઓશ્રીએ ઉદ્ધત કરી છે. ટૂંકમાં, ગ્રંથસર્જનના પ્રારંભિક કે મધ્યમ તબક્કામાં મહોપાધ્યાયજી મહારાજે આ ગ્રંથ રચ્યો હશે. આ જ બાબતનો નિર્ણય અન્ય રીતે કરવો હોય તો કહી શકાય કે ઈતિહાસવેત્તાઓના મતે વિ.સં. ૧૬૮૦ માં ગુજરાતમાં “કનોડા ગામમાં સૌભાગ્યદેવી માતાની કુક્ષિએ જન્મ લઈને, સાધકદશાના નિર્મળ ગુણ-પર્યાયોને નિજાત્મદ્રવ્યમાં પ્રગટાવવા, વિ.સં. ૧૬૮૮ માં ઉપાધ્યાય શ્રીનવિજયજી મહારાજના વરદ હસ્તે લઘુબંધુ પઘસિંહની સાથે પારમેશ્વરી પ્રવજ્યા લઈને મુમુક્ષુ જસવંતકુમાર એ મુનિરાજ શ્રીયશોવિજયજી બન્યા તથા પદ્મસિંહકુમાર એ મુનિરાજ શ્રીપદ્યવિજયજી થયા. વિ.સં. ૧૬૯૯ માં સભાસમક્ષ શ્રીયશોવિજયજી મહારાજે આઠ અવધાનનો પ્રયોગ કર્યો. ત્યારે તેમની પ્રતિભાથી પ્રસન્ન થઈને “ધનજી સૂરા' નામના શ્રેષ્ઠીએ તેમને કાશી ભણવા મોકલવાની ગુરુ શ્રીનયવિજયજી મ.ને વિનંતી કરી. ત્યાર બાદ શ્રીનવિજયજી મ.સા.ની સાથે શ્રીયશોવિજયજી મહારાજે કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં ભટ્ટારકજી પાસે ૩ વર્ષ ન્યાયાદિવિદ્યાનો અભ્યાસ કર્યો. વિદ્યાઅભ્યાસકાળ દરમ્યાન દક્ષિણના વાદીને પોતાની પ્રતિભાથી પરાસ્ત કરવાના લીધે કાશીના પંડિતોએ તેમને ‘‘ન્યાયવિશારદ' પદવી એનાયત કરી હતી. ત્યાર બાદ આગ્રામાં ૪ વર્ષ વિશેષ અભ્યાસ કરીને તેઓ ગુજરાતમાં પધાર્યા. આમ વિ.સં. ૧૭૦૮ સુધી તેમનો વિદ્યાભ્યાસકાળ ગણી શકાય. ત્યાર પછી તેમણે ગ્રંથોનું સર્જન કર્યુ હોય તેમ માનીએ તો વિ.સં. ૧૭૨૪ પૂર્વે રચાયેલ આ ગ્રંથ તેમના ગ્રંથસર્જનના પ્રારંભિક અથવા મધ્યમ સમયગાળાનો માની શકાય. કારણ કે ડભોઈમાં વિ.સં. ૧૭૪રમાં તેમનો દેહવિલય થયો હતો. આ તો થઈ અટકળની વાત. પરંતુ “યશોભારતી જૈનપ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા પ્રકાશિત તથા શ્રીયશોદેવસૂરિજી દ્વારા સંપાદિત “યશોમંગલ પ્રશસ્તિ સંગ્રહ’ પુસ્તકમાં તો સ્પષ્ટપણે પ્રસ્તુત રાસનો રચના સમય વિ.સં. ૧૭૧૧ જણાવેલ છે. પ્રસ્તુત ગ્રંથ સંપાદન-પ્રકાશનના છેલ્લા તબક્કામાં પૂ.મુનિરાજ શ્રીધુરંધરવિજયજી મ.સા. દ્વારા અમને પં.નયવિજયજી મહારાજે તૈયાર કરેલ “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'નો પ્રથમાદર્શ Photo copy સ્વરૂપે પ્રાપ્ત થયો. તેમાં પણ રાસની રચના કાળ વિ.સં.૧૭૧૧ જણાવેલ છે. હમણાં આગળ જ તે પ્રથમદર્શની પુષ્પિકા દર્શાવવામાં આવશે. તેમાં પ્રાપ્ત ઉલ્લેખ મુજબ પૂ.મહોપાધ્યાયજી મ.સા.ને સં.૧૭૧૧માં કે તે પૂર્વે જ પંડિત + ગણિપદવી પ્રાપ્ત થઈ ચૂકી હતી. માટે, આ ગ્રંથ મહોપાધ્યાયજી મ.સા.નો કવિ + પંડિત + ગણિઅવસ્થાનો ગણી શકાય. આમ મહોપાધ્યાયજીના ગ્રંથરચનાના પ્રારંભિક કાળમાં આ ગ્રંથ રચાયો છે - આ બાબત નિર્વિવાદપણે સિદ્ધ થાય છે. પ્રાથમિક તબક્કામાં રચાયેલ હોવા છતાં પણ આ ગ્રંથમાં તેઓશ્રીની પરિપક્વતા, પ્રકાંડ પ્રતિભા, ૧. ()માં જણાવેલ સંખ્યા એ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ગ્રંથ સંબંધી ઢાળ ગાથાનો કે શાખા/શ્લોકનો ક્રમાંક જણાવે છે. ૨. પૂર્વ ચાવિશારઉ–વિવું ફર્યો પ્રત્તિ વધે (પ્રતિમાશતક-પ્રશસ્તિ)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy