________________
१२० ४ पर्यायवाचकपर्यायशब्दप्रकाशनम् ।
ર/ર ए उत्सर्गः कथ्यते, अपवादवत् कादाचित्कत्वाच्च पर्यायः अपवादः इत्यपि क्वचित् प्रोच्यते।। ग द्रव्येण सह गुणाः सदा सन्ति, द्रव्ये च ते सन्तीति गुणः अन्वय इत्युच्यते । पर्यायास्तु द्रव्ये
कदाचित् सन्ति कदाचिच्च नेति पर्यायः व्यतिरेक इति वर्ण्यते । द्रव्ये स्वकीयगुणव्यतिरेको न " भवति किन्तु भाविस्वकीयपर्यायव्यतिरेकस्तु साम्प्रतं भवत्येवेति पर्यायः व्यतिरेकीत्यप्युच्यते । एवम् श अन्वयशब्दवाच्ये द्रव्ये सदाऽवस्थितत्वाद् गुणा अन्वयिन उच्यन्ते। सत्त्वाऽपराभिधानम् अस्तित्वमपि - अन्वयशब्देन उच्यते । अंश-भागादयः पर्यायशब्दस्यैव पर्यायाः। तदुक्तं राजमल्लेन पञ्चाध्यायी
प्रकरणे “अपि चांशः पर्यायो भागो हारो विधा प्रकारश्च। भेदश्छेदो भङ्गाः शब्दाश्चैकार्थवाचका एते ।।" | (પડ્યા.9/૬૦ પૂર્વમાં-પૃ.૨૦) રૂઢિા
____एकत्र स्थाने लिखिताः नानाविधाः स्व-परतन्त्रशास्त्रसन्दर्भाः स्थानान्तरे ग्रन्थान्तरे चातीवोपજ હાજર હોય છે. માટે પર્યાયને વિશેષ કહેવાય છે. પ્રગટ થયેલા ગુણો કાયમ રહેનારા હોવાથી ઉત્સર્ગ કહેવાય છે. પર્યાય અપવાદની જેમ કાદાચિક હોવાથી અપવાદ પણ કયાંક કહેવાય છે.
ગુણ અન્વય, પર્યાય વ્યતિરેક ઃ તફાવતવિશેષ જ (.) ગુણો હંમેશા દ્રવ્યની સાથે જ રહે છે, દ્રવ્યમાં જ રહે છે. માટે ગુણો અન્વય તરીકે દિગંબર સંપ્રદાયમાં ઓળખાય છે. તથા પર્યાય દ્રવ્યમાં કયારેક હાજર હોય, ક્યારેક ગેરહાજર હોય.
માટે પર્યાય વ્યતિરેક કહેવાય છે. દ્રવ્યમાં પોતાના ગુણનો અભાવ હોતો નથી. પરંતુ પોતાના ભાવી નો પર્યાયનો અભાવ (=વ્યતિરેક) તો દ્રવ્યમાં વર્તમાનકાળે હોય જ છે. માટે પર્યાય વ્યતિરેકી તરીકે પણ દિગંબરસંપ્રદાયમાં ઓળખાવાય છે. તથા અન્વય એટલે દ્રવ્ય. હંમેશા દ્રવ્યવાળા = દ્રવિશિષ્ટ હોય તે અન્વયી કહેવાય. માટે ગુણ અન્વયી પણ કહેવાય છે. અન્વય શબ્દનો બીજો અર્થ છે સત્તા = હાજરી. જે હંમેશા દ્રવ્યમાં હાજર જ હોય તે અન્વયી કહેવાય. દ્રવ્યમાં ગુણ સદા વિદ્યમાન હોવાથી ગુણ અન્વયી = અન્વયવાળા (= હાજરીવાળા = હાજર) કહેવાય છે. અંશ, ભાગ વગેરે પણ પર્યાયશબ્દના જ પર્યાયસ્વરૂપ છે. તેથી જ રાજમલે પંચાધ્યાયી પ્રકરણમાં જણાવેલ છે કે “(૧) અંશ, (૨) પર્યાય, (૩) ભાગ, (૪) હાર, (૫) વિધા, (૬) પ્રકાર, (૭) ભેદ, (૮) છેદ અને (૯) ભંગ - આ શબ્દો એક જ અર્થને જણાવનાર છે.”
શંકા :- દ્રવ્ય, ગુણ, પર્યાય અંગે આટલા બધા શાસ્ત્રપાઠોનો અહીં ખડકલો કરવાની શી જરૂર છે? એક-બે શાસ્ત્રપાઠ દર્શાવો તો ચાલે. વળી, અન્ય દર્શનના સંદર્ભોને પણ થોકબંધ રીતે જણાવવાની આવશ્યકતા શી છે ? આ રીતે તો આ ગ્રંથ ક્યારે પૂરો થશે ? સ્વ-પરદર્શનશાસ્ત્રસંદર્ભોનો ઢગલો ગ્રંથવાંચનમાં અરુચિ ઊભી કરી દે તેમ લાગે છે.
# વિવિધ શાસ્ત્રસંદર્ભથી બોધની વ્યાપકતા અને વિશદતા * સમાધાન :- (.) ભાગ્યશાળી ! સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય. અનેકાન્ત શાસ્ત્રના ગૂઢ તત્ત્વોને સમજવા સર્વે દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એક જ સ્થળે સ્વદર્શન-પરદર્શનસંબંધી શાસ્ત્રોના અનેકવિધ સંદર્ભોને લખવાનું પ્રયોજન એ છે કે જેઓ ઊંડાણથી તત્ત્વને સમજવા ઝંખી રહેલા હોવા