________________
० मेघनादसूरिप्रभृतिमतद्योतनम् । भादृचिन्तामणौ गागाभट्टेन विश्वेश्वरसुध्यपरनाम्ना सङ्ख्या-पृथक्त्व-प्राकट्य-ध्वनि-शक्तिव्यतिरिक्ताः अदृष्टापराभिधानाऽपूर्वान्विताः विंशतिः गुणाः दर्शिताः। तदुक्तं तत्र तर्कपादे “गुणा रूप-रस-गन्ध । -स्पर्श-परिमाण-संयोग-विभाग-परत्वाऽपरत्व-गुरुत्व-द्रव्यत्व-स्नेह-संस्काराऽदृष्ट-बुद्धि-सुख-दुःखेच्छा-द्वेष-यत्ना इति विंशतिः” (भा.चि.त.पा.पृ.१७) इति । प्रभाकरमिश्रमते द्वाविंशतिः गुणाः, वैशेषिकसम्मतचतुर्विंशतिगुणेभ्यः रा सङ्ख्यायाः पृथक् पदार्थत्वात्, धर्माधर्मयोश्चाऽपूर्वे समावेशादिति ।
“सामान्यवान् अचलनात्मकः समवायिकारणताहीनो गुणः” (वे.को.पृ.४४९) इति वेदान्तकौमुद्यां गुणलक्षणम् । उपदर्शयन् रामद्वयाचार्यः वैशेषिकमतमनुसरति ।
विशिष्टाद्वैतवादिना मेघनादसूरिणा तु नयद्युमणौ “कर्मान्यत्वे सति द्रव्याश्रिता गुणा इति गुणलक्षणम्” क (न.यु. पृ.२५९) इत्युक्तम्। तन्मते सामान्यस्य सादृश्यगुणाऽभिन्नत्वान्नातिव्याप्तिः। तन्मते सत्त्व -रजस्तमांसि एव मुख्यगुणा इति नैयायिकादिमताद् अस्य विशेष इत्यवधेयम् ।
नागार्जुनस्तु रसवैशेषिकसूत्रे “विश्वलक्षणा गुणाः” (र.वै.सू.१/१६८) इत्याह । नानालक्षणा गुणा का इति तदाशयः।
(મ) વિશ્વેશ્વરસુધી જેનું બીજું નામ છે, તે ગાગાભટ્ટ નામના મીમાંસક સંખ્યા, પૃથફત્વ, પ્રાકટ્ય, ધ્વનિ તથા શક્તિને ગુણ તરીકે માનતા નથી. તથા અદષ્ટને (=અપૂર્વને) સ્વતન્ટ ગુણસ્વરૂપે માની ગાગાભટ્ટ ૨૦ ગુણો માન્ય કરે છે. “(૧) રૂ૫, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) પરિમાણ, (૬) સંયોગ, (૭) વિભાગ, (૮) પરત્વ, (૯) અપરત્વ, (૧૦) ગુરુત્વ, (૧૧) દ્રવ્યત્વ, (૧૨) સ્નેહ, (૧૩) સંસ્કાર, (૧૪) અદષ્ટ, (૧૫) બુદ્ધિ, (૧૬) સુખ, (૧૭) દુઃખ, (૧૮) ઈચ્છા, (૧૯) વેષ, (૨૦) પ્રયત્ન - આ વીશ ગુણો છે” – આ વાત ગાગાભટ્ટે ભાચિંતામણિ નામના ગ્રંથમાં તર્કવાદમાં કરેલ છે. પ્રભાકર મેં પ્રસ્થાનમાં ૨૨ ગુણો છે. કારણ કે વૈશેષિકમાન્ય ૨૪ ગુણોમાંથી તે સંખ્યાને પૃથફ પદાર્થ માને છે. તથા અપૂર્વ ગુણમાં અધર્મ અને ધર્મ બન્નેનો સમાવેશ કરે છે. આમ પ્રભાકરમિશ્ર ૨૨ ગુણો માને છે. વા
ગુણલક્ષણ : વેદાન્તમતાનુસાર , (“સામા.) વેદાન્તકૌમુદી ગ્રંથમાં વેદાન્તાચાર્ય રામદ્રય ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “સામાન્યવાનું સ અચલનાત્મક તથા સમવાધિકારણતાશૂન્ય પદાર્થ ગુણ છે.” રૂપ વગેરે ગુણો કોઈના સમવાયિકારણ બનતા નથી. માટે અસંભવ દોષ લાગુ નથી પડતો. રામદ્રાચાર્ય વૈશેષિકમતનું જ અનુસરણ કરે છે.
(વિશિ) વિશિષ્ટાદ્વૈતવાદી મેઘનાદસૂરિ નયઘુમણિ ગ્રંથમાં ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “કર્મભિન્ન હોવાની સાથે વ્યાશ્રિતત્વ ગુણલક્ષણ છે” જો કે સામાન્ય વગેરેમાં અતિવ્યાપ્તિ આવી શકે છે. કારણ કે સામાન્યાદિ કર્મભિન્ન અને દ્રવ્યાશ્રિત છે. પરંતુ મેઘનાદસૂરિમતાનુસાર, સામાન્ય સાદગ્ધગુણથી ભિન્ન નથી. માટે અતિવ્યાપિને અવકાશ નથી. તેમના મતે સત્ત્વ, રજસ્ અને તમસ્ ત્રણ જ મુખ્ય ગુણ છે. આમ વૈશેષિકમત અને નૈયાયિકમત કરતાં જુદી જ દિશામાં વિશિષ્ટાદ્વૈતવાદી મેઘનાદસૂરિ પ્રસ્થાન કરે છે.
(નાI.) નાગાર્જુને રસવૈશેષિકસૂત્રમાં એમ જણાવેલ છે કે “જેના લક્ષણો ભિન્ન ભિન્ન હોય તે ગુણ છે.” દ્રવ્યાદિના લક્ષણ એક છે. જ્યારે ગુણના લક્ષણ અનેક છે. તેથી તેમણે આવું જણાવેલ છે.