________________
११०
० मीमांसादिदर्शने गुणलक्षणम् 0 चरकसंहितायां “समवायी तु निश्चेष्टः कारणं गुणः” (च.सं.१/५१) इत्युक्तम् । गुणत्वादिजातिप्रतियोगिकसमवायसत्त्वाद् गुणस्य समवायित्वम् । 'निश्चेष्ट' इत्यनेन द्रव्येऽतिव्याप्तिः निवारिता । अस्परा न्दात्मकत्वमप्यत्र निवेश्यमिति न कर्मण्यतिव्याप्तिः। सामान्य-विशेषादेरकारणत्वान्नातिव्याप्तिरित्यम भिप्रायः। चक्रपाणिदत्तेन तद्वृत्तौ पञ्चचत्वारिंशद् गुणाः शब्दादयः प्रदर्शिताः। ततो वैशेषिकादितो ( भिन्नमेव तद्दर्शनमित्यप्यवधेयम् ।
मीमांसादर्शने नारायणेन मानमेयोदये “कर्मणो व्यतिरिक्तत्वे सत्यवान्तरजातिमान् । उपादानत्वनिर्मुक्तो ૧ ગુણો ગુવિવાં મત: T” (મા...૨૪૦) રૂચેવું તત્તક્ષાગુરુમ્ | ધ્વનિ-
પ્ર ત્ય-શ-રૂપ-રસાયઃ मी शब्दभिन्नाः चतुर्विंशतिः गुणाः मीमांसादर्शने मताः। “द्रव्याणि पृथिव्यप्तेजो-वाय्वाकाश-काल-दिगात्म -मनोऽन्धकार-शब्दरूपाणि एकादश” (भा.चि.त.पा.पृ.१७) इति भादृचिन्तामणितर्कपादवचनाद् मीमांसादर्शने भाट्टप्रस्थाने शब्दस्य ध्वनिव्यङ्ग्यद्रव्यात्मकता।
" ગુણલક્ષણ : ચરકસંહિતાના સંદર્ભમાં | (વર.) યદ્યપિ સત્ત્વ-રજ-તમસ આ ત્રિગુણનો સિદ્ધાન્ત જ આયુર્વેદમાં મુખ્ય છે. વાત-પિત્ત-કફની સત્ત્વાદિ ગુણાનુસાર ઉત્પત્તિ થતી રહે છે. છતાં પણ ચરક મહર્ષિએ વૈશેષિકમતાનુસાર ચરકસંહિતા ગ્રંથમાં ગુણનું લક્ષણ જણાવતા કહેલ છે કે “સમવાયી તથા નિશ્ચષ્ટ કારણને ગુણ કહેવાય છે તેમનો અભિપ્રાય એ છે કે ગુણ દ્રવ્યમાં સમવેત હોય છે. તથા ગુણમાં સામાન્યનો = જાતિનો સમવાય રહે છે. માટે ગુણ સમવાયી છે. નિશ્રેષ્ટ = ક્રિયાશૂન્ય કહેવાથી દ્રવ્યમાં ગુણના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે. તથા અસ્પંદાત્મકતાનો પણ ગુણના લક્ષણમાં નિવેશ કરવો. આથી ક્રિયામાં ગુણના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે. આમ નિશ્રેષ્ટ-અસ્પંદાત્મક હોવાથી ગુણ દ્રવ્યભિન્ન તથા ક્રિયાભિન્ન છે. ગુણ કારણ હોવાથી
સામાન્યાદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે. કેમ કે સામાન્ય-વિશેષ આદિ કારણ નથી. ચક્રપાણિદત્ત નામના Cી વિદ્વાને ચરકસંહિતાવૃત્તિમાં શબ્દાદિ ૪૫ ગુણો દર્શાવેલા છે. તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ન્યાય-વૈશેષિક , દર્શન કરતાં ચરકપ્રસ્થાન અલગ જ છે. આ વાત પણ વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
ગુણલક્ષણ : મીમાંસાદર્શનના દૃષ્ટિકોણમાં જ (ગીમાં) મીમાંસાદર્શનમાં જૈમિનિસૂત્ર, મીમાંસાશાબરભાષ્ય, મીમાંસાશ્લોકવાર્તિક, માનમેયોદય, તન્નવાર્તિક, તન્નરહસ્ય, પ્રકરણપંચિકા, ન્યાયસિદ્ધિ વગેરે ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમાંથી માનમેયોદય નામના ગ્રંથમાં નારાયણાચાર્ય ગુણલક્ષણ જણાવતા કહે છે કે “ક્રિયાથી ભિન્ન હોય, અવાન્તરજાતિયુક્ત હોય તથા ઉપાદાનેકારણ–રહિત હોય તે ગુણ તરીકે ગુણવત્તાઓને માન્ય છે.” ધ્વનિ, પ્રાકટ્ય, શક્તિ, રૂપ, રસ વગેરે ૨૪ ગુણો મીમાંસાદર્શનમાં માન્ય છે. ભાચિંતામણિગ્રંથના તર્કપાદમાં જણાવેલ છે કે “(૧) પૃથ્વી, (૨) જલ, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાળ, (૭) દિશા, (૮) આત્મા, (૯) મન, (૧૦) અન્ધકાર અને (૧૧) શબ્દસ્વરૂપ અગિયાર દ્રવ્યો છે.” આ વચન મુજબ મીમાંસા ભટ્ટપ્રસ્થાનમાં શબ્દની ગણના ગુણમાં નથી કરવામાં આવી. કારણ કે ભાટ્ટપ્રસ્થાન મુજબ શબ્દ ધ્વનિવ્યંગ્ય દ્રવ્યસ્વરૂપ છે.