________________
११२
० गुणलक्षणे पतञ्जलिमतप्रकाशनम् । ક્રમભાવી કહિતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાય કહિછે. જિમ જીવનઇં નર-નારકાદિક, પુદ્ગલનઈ સ રૂપ-રસાદિકપરાવૃત્તિ.
वैयाकरणमहाभाष्ये पतञ्जलिस्तु “सत्त्वे निविशतेऽपैति पृथग् जातिषु दृश्यते । आधेयश्चाऽक्रियाजश्च ' सोऽसत्त्वप्रकृतिर्गुणः ।।” (वै.म.भा.४/१/४४) इत्याचष्टे। सत्त्वपदेनात्र द्रव्यं बोध्यम् । द्रव्ये जातिप्रवेश रा-निर्गमाऽसम्भवान्न जातेः गुणरूपता। क्रियाया नियमेन अक्रियाजत्वाभावान्नातिव्याप्तिः । द्रव्ये द्रव्याधेयताम सम्भवेऽपि सत्त्वप्रकृतिरूपत्वान्न तत्रातिव्याप्तिरित्यादिकं नानास्व-परशास्त्रसन्दोहपरामर्शपरिकर्मितप्रज्ञावता - પર્યાનો નીયમ્
अवसरप्राप्तं पर्यायमाह - क्रमभावी च = अयावद्दव्यभावी वस्तुधर्मः पर्ययः = पर्याय क उच्यते, यथा नर-नारकादि: जीवपर्यायः, रूप-रसादिपरावृत्तिः पुद्गलपर्यायः।
# ગુણલક્ષણ : પતંજલિમહર્ષિના અભિપ્રાયમાં * (વે.) વૈયાકરણ મહાભાષ્યમાં પતંજલિ મહર્ષિ ગુણનું લક્ષણ જણાવતા કહે છે કે “તે પદાર્થ ગુણ છે કે જે સ્વયં દ્રવ્યસ્વભાવ ન હોય (સર્વપ્રશ્નતિઃ) તથા દ્રવ્યમાં (સત્વે) પ્રવેશ અને નિર્ગમ કરે, પોતાનાથી વિભિન્ન એવી જાતિઓમાં જોવા મળે તેમજ નિયમા ક્રિયાજન્ય ન હોય છતાં આધેય બને.” પ્રસ્તુત ગુણલક્ષણ જાતિમાં નથી રહેતું. (૧) ગુણ જાતિભિન્ન છે. કારણ કે ક્યારેય પણ દ્રવ્યમાંથી જાતિનો નિર્ગમ થતો નથી. જાતિ દ્રવ્યમાંથી નીકળીને ક્યાંય બહાર જતી નથી. નિભાડામાં કાળા ઘડાને મૂકો તો લાલ થાય છે. અર્થાત્ શ્યામગુણ ઘટદ્રવ્યને છોડીને રવાના થાય છે. આ રીતે દ્રવ્યત્વ, ઘટત્વ વગેરે
જાતિઓ ઘટદ્રવ્યને છોડતી નથી. તેથી ગુણ જાતિભિન્ન છે. (૨) ક્રિયા ક્રિયાથી અજન્ય જ હોય - તેવું જ હોતું નથી. તથા કોઈ પણ ક્રિયા નિત્ય નથી હોતી. માટે ક્રિયા કરતાં ગુણ ભિન્ન છે. કારણ કે ગુણ , નિયમા ક્રિયાજન્ય નથી હોતા. તથા અમુક ગુણ નિત્ય હોય છે. જેમ કે આકાશાદિના મહત્પરિમાણ ' આદિ ગુણો અજન્ય = નિત્ય હોય છે. (૩) દ્રવ્યસ્વરૂપ આધારમાં દ્રવ્યની આધેયતા પણ સંભવી શકે છે. જેમ કે તંતુમાં પટની આધેયતા. પરંતુ દ્રવ્ય સત્તપ્રકૃતિ છે. જ્યારે ગુણ અસત્તપ્રકૃતિ છે. આમ અદ્રવ્યસ્વભાવ હોવાથી ગુણ દ્રવ્યભિન્ન છે. આ રીતે જાતિ, ક્રિયા તથા દ્રવ્ય - આ ત્રણથી ગુણ ભિન્ન સિદ્ધ થાય છે. તે દ્રવ્યાશ્રિત છે. આ બાબતમાં ઊંડાણથી વિચારણા કરવી. હજુ અન્યવિધ ગુણલક્ષણ પણ વૈયાકરણ મહાભાષ્યમાં ઉપલબ્ધ થાય છે. પણ વિસ્તારના ભયથી તે અહીં જણાવવામાં નથી આવતા. આ રીતે (૧) શ્વેતાંબર જૈન, (૨) દિગંબર જૈન, (૩) વૈશેષિક, (૪) નૈયાયિક, (૫) સાંખ્ય, (૬) ચરક, (૭) મીમાંસક, (૮) વેદાન્તી, (૯) વિશિષ્ટાદ્વૈતવાદી અને (૧૦) વૈયાકરણ દર્શનના અનેક શાસ્ત્રોના પરિશીલનથી પરિકર્મિત પ્રજ્ઞાવાળા વિદ્વાનોએ ગુણલક્ષણની વિભાવના કરવી.
જ પર્યાયની ઓળખ છે. (વ.) હવે અવસરસંગતિ પ્રાપ્ત પર્યાયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે. વસ્તુનો ક્રમભાવી = અયાવદ્રવ્યભાવી ગુણધર્મ પર્યાય કહેવાય છે. જેમ કે નર-નારક વગેરે જીવપર્યાય, રૂપ-રસાદિનું * સિ.કો.(૯)+આ.(૧)માં “ક્રમભાવી જે શ્યામત્વ-રક્તત્વ આદિક તે પર્યાય કહિઈ પાઠ. 0 લી.(૧)માં “યાવ...” પાઠ. લી.(૨)નો પાઠ લીધો છે.