________________
गुणानां निर्गुणता
ર/ર
वस्तुतः कालस्य पर्यायरूपतया न तत्र गुणाऽभ्युपगमः, पर्यायस्य गुणरहितत्वात्, काले प पर्यायरूपतायाः दशम्यां शाखायां (१०/१०-११-१८-१९ ) विस्तरेण व्यवस्थापयिष्यमाणत्वात् । अत्र रा तु दिगम्बरमत-श्वेताम्बरैकदेशीयमतानुसारेण काले वर्तनाहेतुत्वलक्षणो गुण उक्त इत्यवधेयम् । जीवादीनि द्रव्याणि दशम्यां शाखायाम्, सामान्यगुणा विशेषगुणाश्च एकादशशाखायां निरूपयिष्यन्त इत्यप्यवधेयम्।
१०२
तत्त्वार्थसूत्रे उमास्वातिवाचक श्रेष्ठैस्तु “ द्रव्याश्रया निर्गुणा गुणाः” (त.सू. ५/४०) इत्युक्तम् । तैरेव तत्त्वार्थभाष्ये “द्रव्यम् एषाम् आश्रयः इति द्रव्याश्रयाः । नैषां गुणाः सन्तीति निर्गुणाः” (त.सू.भा. ५/४०) इत्येवं भाषितम्। “परिणामि-परिणामलक्षणाऽऽश्रयाऽऽश्रयिभाववृत्तयः आश्रितद्रव्याः परगुणाभाववन्त इति णि सूत्रसमुदायार्थः” (त.सू.हा.वृ.५/४०) इत्येवं तत्त्वार्थभाष्यवृत्ती श्रीहरिभद्रसूरिभिः व्याख्यातम्। तैरेव त का पूर्वं “गुणाः શÈ: વિશેષરૂપા:” (ત.પૂ.હા.પૃ.૮/૩૭) ત્યેવં તત્વરૂપમાવેવિતમ્। “મુળા: विशेषाः” (त.सू.५/३७) इति तत्त्वार्थवृत्तौ सिद्धसेनगणिवराः आहुः ।
શક્ત્તિ
=
=
(વસ્તુ.) વાસ્તવમાં તો કાલ પર્યાયસ્વરૂપ હોવાથી તેમાં ગુણનો સ્વીકાર કરવામાં નથી આવેલ. કેમ કે પર્યાય ગુણશૂન્ય હોય છે. કાળતત્ત્વ પર્યાયસ્વરૂપ છે - આ વાત દશમી શાખાના ૧૦,૧૧,૧૮,૧૯માં શ્લોકમાં વિસ્તારથી જણાવવામાં આવશે. પ્રસ્તુતમાં કાળની અંદર વર્તનાહેતુત્વ નામનો જે ગુણ દેખાડેલ છે તે દિગંબરમતાનુસાર તથા શ્વેતાંબરએકદેશીય મત મુજબ દેખાડેલ છે તે વાત ખ્યાલમાં રાખવી. (નીવા.) જીવ વગેરે દ્રવ્યની ઓળખાણ દશમી શાખામાં આવશે. અસ્તિત્વ વગેરે સર્વદ્રવ્યસાધારણ ગુણનું નિરૂપણ તથા ઉપયોગ વગેરે વિશેષગુણોની વિચારણા અગિયારમી શાખામાં આવશે. ગુણલક્ષણ : તત્ત્વાર્થસૂત્રકાર - તત્ત્વાર્થવૃત્તિકારની દૃષ્ટિએ
림
(તત્ત્વા.) તત્ત્વાર્થાધિગમસૂત્રમાં વાચકશ્રેષ્ઠ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે ‘દ્રવ્યમાં રહેનાર, [ ગુણશૂન્ય એવા ગુણો હોય છે.’ શ્રીઉમાસ્વાતિજી મહારાજે જ તત્ત્વાર્થભાષ્યમાં સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે ‘દ્રવ્ય જેઓનો આશ્રય હોય તથા સ્વયં જે ગુણશૂન્ય હોય તે ગુણ કહેવાય.' ઉપરોક્ત સૂત્રનો સુ સામૂહિક અર્થ દર્શાવતા શ્રીહરિભદ્રસૂરિજીએ તત્ત્વાર્થભાષ્યવ્યાખ્યામાં કહેલ છે કે “દ્રવ્ય અને ગુણ વચ્ચે આશ્રય-આશ્રયિભાવસંબંધ રહેલો છે. દ્રવ્ય આશ્રય છે અને ગુણ આશ્રયી = આશ્રયવૃત્તિ છે. આશ્રય હોવા છતાં દ્રવ્ય પરિણામી છે, અપરિણામી નહિ. કારણ કે ગુણ એ દ્રવ્યપરિણામ છે. તેથી ભૂતલ અને ઘટ વચ્ચે જે આશ્રય-આશ્રયિભાવ સંબંધ છે તેવા પ્રકારનો સંબંધ દ્રવ્ય અને ગુણ વચ્ચે નથી. પરંતુ પરિણામિ-પરિણામભાવસ્વરૂપ આશ્રય-આશ્રયિભાવસંબંધ દ્રવ્ય ગુણ વચ્ચે છે. ગુણ પરિણામ છે. દ્રવ્ય પરિણામી છે. આમ પરિણામિ-પરિણામસ્વરૂપ આશ્રય-આશ્રયિભાવ સંબંધથી દ્રવ્યમાં આશ્રય કરનારા તથા અન્ય ગુણથી રહિત એવા ગુણો હોય છે” - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ ‘દ્રવ્યાશ્રયા નિર્ગુના મુળા:' (ત.મૂ.૧/૪૦) આ સૂત્રનો નિષ્કર્ષ બતાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ તત્ત્વાર્થભાષ્યવ્યાખ્યામાં પૂર્વે ગુણનું સ્વરૂપ જણાવતા કહેલ છે કે ‘ગુણો શક્તિનું વિશેષ સ્વરૂપ છે.' તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવર પણ જણાવે છે કે ‘ગુણ શક્તિવિશેષસ્વરૂપ છે.'
-