SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ર/ર ___ गुणपदार्थनिरूपणे राजवार्तिककारमतद्योतनम् २ १०३ आचाराङ्गवृत्तौ शीलाङ्काचार्येण “गुण्यते = भिद्यते = विशिष्यते अनेन द्रव्यम् इति गुणः। स चेह શદ્વ-પ-ર-બ્ધિ-સ્પશકિવ:” (ગા.9/ર//તૂ.૬ર.પૃ.૫૮) રૂત્યુન્ સત્ર શલ્કી ગુણત્વસ્તુિ છે वैशेषिकादितन्त्रानुरोधेन द्रष्टव्या, स्वदर्शने तु शब्दस्य द्रव्यत्वमेवेत्यवधेयम् । यत्तु समवायाङ्गसूत्रवृत्तौ अभयदेवसूरिभिः “गुणः = स्वभावः, यथा उपयोगस्वभावो जीवः” (सम.सू.२१७ वृ.) इत्युक्तम्, तत्तु गुणस्य यावद्द्व्यभावितया निरुपचरितस्वभावत्वबोधनायोक्तमिति वक्ष्यमाणरीत्या (93/9૭) વિજ્ઞયમ્ | इदञ्चात्रावधेयम् यदुत प्रकरणादिवशेन गुणपदार्थो नानारूपः विवर्तते । तदुक्तं तत्त्वार्थराजवार्त्तिके क अकलङ्काचार्येण “गुणशब्दः अनेकस्मिन् अर्थे दृष्टप्रयोगः। (१) क्वचिद् रूपादिषु वर्तते ‘रूपादयो गुणा' ... ત્તિ (૨) વિદ્ માને વર્તત “દ્વિગુ થવાડ, ત્રિપુ ચવા' રૂત્તિા (3) રવિન્દ્ર પારે વર્તતે “મુળજ્ઞ: પણ साधुः' उपकारज्ञः इति यावत् । (४) क्वचिद् द्रव्ये वर्तते ‘गुणवान् अयं देश' इत्युच्यते यस्मिन् गावः का शस्यानि च निष्पद्यन्ते। (५) क्वचित् समेषु अवयवेषु 'द्विगुणा रज्जुः, त्रिगुणा रज्जुः' इति । (६) क्वचिद् ૬ ગુણ : આગમટીકાકારની દૃષ્ટિમાં . | (સાવા.) આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ ગુણની ઓળખાણ આપતાં જણાવેલ છે કે “દ્રવ્ય જેના વડે ગુણાય = ભેદાય = વિશેષરૂપે ઓળખાય અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જેના વડે જુદું પડે તેને ગુણ કહેવાય. ગુણના લીધે જ એક દ્રવ્ય કરતાં બીજા દ્રવ્યમાં વિશેષતા-વિભિન્નતાવિલક્ષણતા આવે છે. પ્રસ્તુતમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેને ગુણ સમજવા.” અહીં શબ્દને ગુણ તરીકે ઓળખાવેલ છે તે વૈશેષિકદર્શનની અને નૈયાયિકદર્શનની પરિભાષા મુજબ સમજવું. બાકી જૈન દર્શન મુજબ શબ્દ તો દ્રવ્ય છે, ગુણ નહિ. આ વાત અધ્યેતાવર્ગે ધ્યાનમાં રાખવી. | (g) સમવાયાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જે જણાવેલ છે કે “ગુણ એટલે સ્વભાવ. સ. જેમ કે ઉપયોગગુણવાળો = ઉપયોગસ્વભાવવાળો જીવ છે” - તે તો “ગુણો યાવદ્રવ્યભાવી હોવાથી ગુણને નિરુપચરિતસ્વભાવ તરીકે ઓળખાવવા જણાવેલ છે - એમ આગળ (૧૩/૧૭) દર્શાવવામાં વી. આવશે તે પદ્ધતિ મુજબ સમજવું. \/ “ગુણ' શબ્દના વિવિધ અર્થ : રાજવાર્તિકકાર / (ફડ્યા) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રકરણ, અધિકાર વગેરેના આધારે ગુણશબ્દનો અર્થ અનેક સ્વરૂપને ધારણ કરે છે. તેથી જ તત્ત્વાર્થરાજવાર્તિકમાં દિગંબર અકલંકાચાર્ય જણાવે છે કે “ગુણશબ્દના અનેક અર્થ છે. (૧) કયારેક રૂપ વગેરેમાં ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે “રૂપાદિગુણ.” અહીં ગુણશબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શનો વાચક છે. (૨) કયાંક ગુણશબ્દ “ભાગ” ( ગુણાકાર) અર્થમાં પ્રવર્તે છે. જેમ કે દ્વિગુણ યવ, ત્રિગુણ યવ' ઈત્યાદિ. (૩) કયાંક ગુણશબ્દ “ઉપકાર' અર્થમાં પ્રવર્તે છે. જેમ કે “ગુણજ્ઞ સાધુ.” અહીં “ઉપકારવેત્તા સાધુ' આવો અર્થ સમજાય છે. (૪) કયારેક દ્રવ્ય અર્થમાં ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે “આ ગુણવાન દેશ છે.' આ વાક્યમાં ગુણશબ્દનો અર્થ ધન-ધાન્ય વગેરે દ્રવ્ય છે. જે દેશમાં ધાન્ય તથા ગાય-ભેંસ વગેરે પશુધન સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય તે દેશને ઉદેશીને “આ દેશ ગુણવાન છે' - આવો વાક્યપ્રયોગ થાય છે. (૫) કયાંક સમાન અવયવ અર્થમાં
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy