________________
० इच्छायोगलक्षणप्रकाशनम् ।
૧/૮ તેહિ જ અહનઈ મોટો આધાર છઈ. જે માટઈ ઇમ ઈચ્છાયોગ સંપજઇ. તન્નક્ષણમ્ - - “મોઃ કૃતાર્થી જ્ઞાનિનો પ્રમાદ્રિના
વિશ્વનો ઘર્મયોગો ય રૂછાયો કવાહિતઃ” (ત્ત.વિ.૭પોષ્ટિ.રૂ) તૈત્તિતવિસ્તરાવો ૧/૮. -- अत्र = द्रव्यानुयोगविचारे प्रतिक्षणं = प्रतिसमयं लीनः = रक्तः इच्छायोगेन सानोमि = ज्ञाना' द्याचारम् आराधयामि । स एव इच्छायोगः मम = मादृशस्य आलम्बनं = पुष्टाऽवलम्बनम्, एवमेव रा आत्मशुद्धिसम्भवात् । इदमेव अभिप्रेत्य अध्यात्मसारे “अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्त्योचितं हि नः कृत्यम् । म पूर्णक्रियाऽभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ।।” (अ.सा.२०/३२) इत्युक्तम् । इच्छायोगलक्षणं तु ललितविस्तरायां
योगदृष्टिसमुच्चये च “कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादिनः। विकलो धर्मयोगो य इच्छायोगः આ ડાહત: I” (ન.વિ. રિહંતા પ-૭, પૃ.૪૬, થો...રૂ) રૂત્યેવં વર્તતા પક્વતશાવાયાં (૧૧) क २/११) विस्तरत एतद्वृत्तिः दर्शयिष्यते ।
યથેચ્છમતિકલ્પનાથી ગુરુકુલવાસને છોડી સ્વતંત્ર રીતે વિહાર કરતા સ્વચ્છંદી સાધુવેશધારી વ્યક્તિની અહીં બાદબાકી કરવી અભિપ્રેત છે. અર્થાત્ તેવા સ્વચ્છંદવિહારી સાધુ પાસે ઈચ્છાયોગ નથી. ઈચ્છાયોગ મારું આલંબન હોવાનું કારણ એ છે કે તે રીતે જ મારા જેવાને આત્મશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આ જ આશયથી અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “અધ્યાત્મભાવનાથી ઉજ્વળ બનેલી ચિત્તવૃત્તિથી
જે ઉચિત હોય તે જ અમારું કર્તવ્ય છે. તથા પૂર્ણ ક્રિયાનો અભિલાષ અમારું કર્તવ્ય છે. આ બન્ને તત્ત્વ 2 આત્મશુદ્ધિને કરનારા છે.” ઈચ્છાયોગનું લક્ષણ લલિતવિસ્તરા અને યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં આ મુજબ છે જણાવેલ છે કે “શાસ્ત્રમાં સાંભળેલ પદાર્થોને આચરવાની જેને ઈચ્છા હોય, આચરવાનું જ્ઞાન પણ હોય, વા છતાં પ્રમાદ હોવાના કારણે ધર્મસાધના કાંઈક ને કાંઈક ખામીવાળી થતી હોય તો શાસ્ત્રકારો દ્વારા તેવી
અલ્પદોષવાળી ધર્મસાધના ઈચ્છાયોગ કહેવાયેલ છે.” ૧૫મી શાખામાં દુહા પછીના વિભાગમાં ૧૧માં ૨ શ્લોકમાં ઈચ્છાયોગની વિસ્તારથી વ્યાખ્યા દર્શાવવામાં આવશે.
a ઈચ્છાયોગનું અનુસંધાન ૪ સ્પષ્ટતા - “ગુરુકુલવાસી દ્રવ્યાનુયોગલીન સાધ્વાચારપરાયણ એવા મુનિ એ જ વિષમકાળમાં ભવસાગરમાં ડૂબતા એવા મારા જેવા માટે પુષ્ટ આલંબન છે, મજબૂત આધાર છે' - આવું કહેવા દ્વારા તેવા સુવિહિત મુનિ પ્રત્યે ગ્રંથકારનો અનુરાગ સૂચિત થાય છે. સુવિહિત મુનિની પ્રશંસા દ્વારા તેમનામાં રહેલા ગુણ-આચારની અનુમોદના ગ્રંથકારશ્રી કરી રહ્યા છે. સુવિહિત મુનિમાં વિદ્યમાન પંચાચારનું સૌંદર્ય તથા સદ્દગુણની સુવાસ મને પ્રાપ્ત થાવ, તેની પ્રાપ્તિમાં જ સાધુજીવનની સફળતા છે' - આવી ગ્રંથકારશ્રીની ભાવના અહીં અભિવ્યક્ત થાય છે. સુવિહિત મુનિના સદાચાર અને સગુણની પ્રશંસા કરવા દ્વારા તે જ્ઞાનાદિ સગુણની પ્રાપ્તિના પોતાના અંતરાય દૂર થાય, તેની પ્રાપ્તિ માટે પ્રબળ ધર્મપુરુષાર્થ પોતાનામાં પ્રગટે તેવી ગ્રંથકારશ્રીની કામના સ્પષ્ટપણે દર્શાવે છે કે આ રીતે ગ્રંથકારશ્રી ઈચ્છાયોગને સંપ્રાપ્ત કરી રહેલ છે.