SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ દ્રવ્યાનુયોતિઃ ગયચ-મધ્યમોષ્ટતાર્થRI: હું ૨/૭ ___ इदमत्राऽस्माकं प्रतिभाति – “सम्प्रति सम्मतितर्क-द्वादशारनयचक्र-स्याद्वादरत्नाकर-न्यायखण्डखाद्य y -स्याद्वादकल्पलताऽष्टसहस्रीतात्पर्यविवरणादिपारगामी उत्कृष्टः, मध्यमानामनेकभेदभिन्नत्वेऽपि सामान्यतः _ तत्त्वार्थाधिगमसिद्धसेनीयव्याख्याऽनेकान्तजयपताका-रत्नाकरावतारिका-नयोपदेशादिपारदृश्वा मध्यमः, । अनेकान्तव्यवस्था-न्यायावतार-द्रव्यालङ्कार-प्रमाणमीमांसा-नयरहस्य-स्याद्वादरहस्य-न्यायालोकादितर्कशास्त्रम पारगतश्च जघन्यो गीतार्थो द्रव्यानुयोगापेक्षया भवेदिति भावनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिना साधुना केवलबाह्यचारित्राचारपालने सन्तुष्टिः न विधेया अपि तु तेन सह यथाशक्ति द्रव्यानुयोगाभ्यासे लीनताऽपि विधेया। आदरपूर्वं मोक्षाशयतः . निश्चय-व्यवहाराभ्याम् अनेकान्तमयजीवादिनवतत्त्वगोचरपर्यालोचनालक्षण-द्रव्यानुयोगाभ्यासकरणे तदीयणि रहस्यार्थविबोधे तीर्थङ्करबहुमानविशेषेण ग्रन्थिभेदसामर्थ्यमुपजायते, नैश्चयिकसम्यग्दर्शनमुपलभ्यते, चारित्रञ्चापि सम्यग् भवति । ततश्च द्रव्यानुयोगपारदृश्वानम् आदृत्य, तन्निश्रायां यथाशक्ति चारित्राचारपालनपूर्वं द्रव्यानुयोगपरमार्थोपलब्धौ यतितव्यम् । ततश्च “तत्त्वतस्त्वात्मरूपैव शुद्धावस्था” (ब्र.सि.स.४१८) इति ब्रह्मसिद्धान्तसमुच्चये हरिभद्रसूरिदर्शिता मुक्तिः प्रत्यासन्ना स्यात् ।।१/७।। દ્રવ્યાનુયોગના ગીતાર્થની ઓળખ - (મત્રા.) પ્રસ્તુતમાં અમને એવું લાગે છે કે વર્તમાન કાળમાં સમ્મતિતર્ક, દ્વાદશાનિયચક્ર, સ્યાદ્વાદરત્નાકર, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહગ્નીતાત્પર્યવિવરણ વગેરે તર્કશાસ્ત્રોના પારગામી દ્રવ્યાનુયોગના ઉત્કૃષ્ટ ગીતાર્થ કહેવાય. દ્રવ્યાનુયોગના મધ્યમ ગીતાર્થોના અનેક ભેદ પડી શકે છે. તેમ છતાં સામાન્યથી તેનો પરિચય કરાવવો હોય તો તત્ત્વાર્થાધિગમ સિદ્ધસેનીયવૃત્તિ, અનેકાન્તજયપતાકા, નયોપદેશ વગેરે તર્કશાસ્ત્રોના પારગામી મધ્યમ ગીતાર્થ કહેવાય. અનેકાન્તવ્યવસ્થા, ન્યાયાવતાર, દ્રવ્યાલંકાર, પ્રમાણમીમાંસા, નયરહસ્ય, સ્યાદ્વાદરહસ્ય, ન્યાયાલોક વગેરે તર્કશાસ્ત્રના પારગામી જઘન્ય | ગીતાર્થ કહેવાય. આ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ગીતાર્થ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જાણવા. ( દ્રવ્યાનુયોગરહસ્થની જાણકારી જરૂરી છે આધ્યાત્મિક ઉપનય :- આત્માર્થી સાધુએ ફક્ત બાહ્ય ઉગ્ર આચારોને પાળવામાં સંતુષ્ટ રહેવાના 2 બદલે ચારિત્રાચારપાલનની સાથે-સાથે યથાશક્તિ દ્રવ્યાનુયોગનો સંગીન અભ્યાસ કરવામાં પણ લીન બનવું જોઈએ. મોક્ષના લક્ષથી આદરપૂર્વક અનેકાન્તમય નવતત્ત્વની નિશ્ચય-વ્યવહારનયથી વ્યાખ્યા કરવા સ્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં આવે તો તેના રહસ્યોને સમજતા-સમજતા તારક તીર્થંકર પ્રત્યે પ્રગટતા અહોભાવથી ગ્રન્થિભેદ કરવાનું સામર્થ્ય મળે છે, નૈૠયિક સમકિત મળે છે અને ચારિત્ર પણ તાત્ત્વિક બને છે. માટે દ્રવ્યાનુયોગના પારગામી મહાત્મા પ્રત્યે આદર રાખી, ગીતાર્થની નિશ્રામાં રહી, યથાશક્તિ ચારિત્રાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના પરમાર્થોને મેળવવા કટિબદ્ધ બનવું. તેનાથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં દર્શાવેલ મુક્તિ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “આત્માની શુદ્ધ અવસ્થા મુક્તિ છે. પરમાર્થથી તો એ આત્મસ્વરૂપ જ છે.” (૧૭)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy