SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ १/ ७ ० चरणानुयोगतः जघन्य-मध्यमोत्कृष्टगीतार्थप्रकारा: ७३ એટલો વિશેષ - જે ક્રિયાવ્યવહારસાધુ* ચરણકરણાનુયોગદષ્ટિ નિશીથ-કલ્ય-વ્યવહાર-દષ્ટિવાદાધ્યય- નઈ જઘન્ય-મધ્યમોત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ તે સમ્મત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ : જાણવો. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહેવું. /૧/શા ___ गीतार्थव्याख्या तु गाथासहस्यां “गीयं भन्नइ सुत्तं, अत्थो तस्सेव होइ वक्खाणं । उभएण य संजुत्तो प सो गीयत्थो मुणेयव्यो ।।” (गा.स.२४७) इत्येवं दर्शिता। बृहत्कल्पभाष्यवृत्तौ “आचारप्रकल्पधराः = 7 निशीथाध्ययनधारिणो जघन्या गीतार्थाः । चतुर्दशपूर्विणः पुनरुत्कृष्टाः। तन्मध्यवर्तिनः कल्प-व्यवहार-दशाश्रुतस्कन्धधरादयो मध्यमाः” (बृ.क.भा.६९३ वृ.) इत्येवं चरण-करणानुयोगापेक्षया क्रियाव्यवहारिसाधुमाश्रित्य म् जघन्योत्कृष्ट-मध्यमगीतार्थव्याख्या दर्शिता । द्रव्यानुयोगापेक्षया सम्मत्यादितर्कशास्त्रपारगामी एव गीतार्थः र्श ज्ञेयः। तन्निश्रयैवाऽगीतार्थस्य चारित्रं जिनोक्तमिति मन्तव्यम्। છે ચરણકરણાનુયોગના ગીતાર્થની વ્યાખ્યા છે (તાર્થ.) “ગીત = સૂત્ર કહેવાય. અર્થ = સૂત્રની જ વ્યાખ્યા. ગીતાર્થ = ગીત + અર્થ = સૂત્રથી અને સૂત્રની વ્યાખ્યાથી જે સંયુક્ત હોય છે. આવા મહાત્મા ગીતાર્થ જાણવા' - આ પ્રમાણે ગાથાસહસ્ત્રીમાં ગીતાર્થની વ્યાખ્યા જણાવેલ છે. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં “આચારપ્રકલ્પને = નિશીથ અધ્યયનને ધારણ = કંઠસ્થ કરનારા જઘન્ય ગીતાર્થ કહેવાય. તથા ચૌદપૂર્વધર ઉત્કૃષ્ટ ગીતાર્થ કહેવાય. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ ગીતાર્થની વચ્ચે રહેલા બૃહત્કલ્પ, વ્યવહારસૂત્ર અને દશાશ્રુતસ્કંધ વગેરેને ધારણ કરનારા મધ્યમ ગીતાર્થ કહેવાય” - આ પ્રમાણે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારના ગીતાર્થની જે વ્યાખ્યા જણાવેલ છે તે સાધ્વાચારના વ્યવહારમાં રહેલા સાધુને ઉદેશીને ચરણ-કરણાનુયોગની અપેક્ષાએ જાણવી. દ્રવ્યાનુયોગની છે અપેક્ષાએ તો સંમતિતર્ક વગેરે તર્કશાસ્ત્રના પારગામી મહાત્માને જ ગીતાર્થ જાણવા. તેની નિશ્રાથી જ વા અગીતાર્થ મહાત્માને ચારિત્ર શ્રીજિનેશ્વર ભગવંતે બતાવેલ છે – એમ સમજવું. આતા - ચૌદપૂર્વ કે બૃહત્કલ્પાદિ કે નિશીથસૂત્ર સુધીના આગમનો અભ્યાસ કરનારા જેમ ચરણ સ -કરણાનુયોગના ક્રમશઃ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ગીતાર્થ હોય છે, તેમ તેઓને દ્રવ્યાનુયોગનો પણ અભ્યાસ હોય જ. કેમ કે નિયુક્તિ ગ્રન્થો, સૂયગડાંગજી, ઠાણાંગજી, વિશેષાવશ્યકભાષ્ય, ભગવતીસૂત્ર વગેરેમાં દ્રવ્યાનુયોગનું પણ નિરૂપણ પૂરતા પ્રમાણમાં હોય છે. તેમ છતાં નિશીથ વગેરે આગમગ્રંથોમાં મુખ્યતા ચરણ-કરણાનુયોગની હોવાથી તેના જ્ઞાતા મહાત્મા ચરણ-કરણાનુયોગના ગીતાર્થ કહેવાય છે, દ્રવ્યાનુયોગના નહિ. જ્યારે સમ્મતિતર્ક, દ્વાદશાનિયચક્ર આદિ ગ્રંથોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું નિરૂપણ હોય છે. માટે તે તર્કશાસ્ત્રના પારગામી દ્રવ્યાનુયોગના ગીતાર્થ કહેવાય તેમ જણાવેલ છે. આગમના અભિપ્રાયથી ચરણ -કરણાનુયોગના ગીતાર્થ અને તેની નિશ્રામાં રહેલા અગીતાર્થ-આ બન્ને સાધુ કહેવાય. જ્યારે તાર્કિકમત મુજબ દ્રવ્યાનુયોગના પારગામી ગીતાર્થ મહાત્માને અને તેના આજ્ઞાવર્તી દ્રવ્યાનુયોગઅનુગામી અગીતાર્થ મહાત્માને સાધુ કહેવાય. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૨)માં છે. 1. નીતિ મથતે સૂત્રમ્, અર્થ: તજ્જૈવ મવતિ ચાહ્યાનમ્ ૩મન : સંયુp:, સ: નીતાર્થ: જ્ઞાતવ્ય://
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy