SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ • द्रव्यानुयोगोपेक्षणं मूर्खत्वम् । ततश्च स्वस्मिन् आत्मार्थितां सम्पाद्य, देहेन्द्रियाद्यध्यासपरित्यागकृते द्रव्यानुयोगं स्वभ्यस्य, प परद्रव्य-गुण-पर्यायेषु कर्तृत्व-भोक्तृत्व-ममत्वादिबुद्धिं परित्यज्य, अपेक्षिताऽसङ्गभावेन संयमसाधनीभूतदेहेन्द्रियादिकं पालयित्वा परमात्मनि स्वात्मनि वा लीनता प्राप्तव्या । सैव चारित्रफलम् । तदर्थमेव देहादिपालनमिष्यते। न हि प्रव्रज्यां समुपादाय निर्दोषपिण्डाद्युपभोगार्थं प्राणधारणमिष्यते, न वा म केवलप्राणधारणार्थं शुद्धोञ्छादिभोग इष्यते किन्तु निरुक्तचारित्रफलोपलब्धिकृत एव देहादिनिर्वाह र्श इष्यते आत्मार्थिभिः । स चेत् शुद्धोञ्छादिना शक्यः तर्हि तेनैव, अन्यथा यतनापूर्वं स्वल्पाशुद्धपिण्डादिना सम्पाद्यः। परं द्रव्यानुयोगपरिशीलनं तु आत्मार्थिना कर्तव्यमेव । निष्कारणमशुद्धपिण्डादिभोगवद् आपवादिकाशुद्धपिण्डादिभोगत्यागेन द्रव्यानुयोगोपेक्षणमपि मूर्खत्वमेव । द्रव्यानुयोगज्ञानतो “मोक्षोऽनन्तसुखः” | (दी.क.४२) इति दीपोत्सवकल्पे श्रीहेमचन्द्राचार्योक्तो मोक्ष आसन्नः स्यात् ।।१/४ ।। -તિર્યંચાદિ ગતિ વગેરે. ગુનો ન ગણાવો = તથાવિધ પ્રાયશ્ચિત્ત ન આવવું. આ રીતે આગમાનુસાર અર્થની સંકલન કરી વિજ્ઞ વાચકવર્ગે ફરીથી ઉપરોક્ત દૃષ્ટાંત વાંચી જવું. જેથી પદાર્થ સ્પષ્ટ થઈ જાય. (9 દ્રવ્યાનુયોગની ઉપેક્ષા એ મૂર્ખામી હૃ9. (તા.) તેથી આત્માર્થી બનીને, દેહાદિ જડ દ્રવ્યોથી પોતાની જાતને પ્રતિપળ જુદી તારવી લેવાના પવિત્ર આશયથી દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવામાં લીનતા લાવવી. પરદ્રવ્ય-પરસ્વભાવ-પરદ્રવ્યક્રિયા -પરદ્રવ્યગુણ-પરપર્યાય વગેરેમાં ક્યાંય કર્તુત્વભાવભોક્નત્વભાવ લાવ્યા વિના કે તેમાં મમત્વબુદ્ધિથી લેપાયા વગર, સંયમસાધનભૂત શરીર-ઈન્દ્રિય વગેરેની અપેક્ષિત અસંગભાવથી સારસંભાળ કરવી. તથા અસંગ સાક્ષીભાવે વિવિધ ઘટનાઓના વરઘોડામાંથી પસાર થઈ પરમાત્મદ્રવ્યમાં કે પરમાત્માથી અભિન્ન સ્વઆત્મદ્રવ્યમાં સદા રમણતા રાખવી એ જ ચારિત્રનું ફળ છે. આ ફળ મળે તો આપણે મંજિલે છે પહોંચ્યા કહેવાઈએ અને ગાડી (શરીર) ચલાવવાની મહેનત સાર્થક થઈ કહેવાય. ગાડીને ફેરવવા વ! માટે ગાડી ચલાવવાની નથી પણ મંજિલે સલામત રીતે પહોંચવા માટે ગાડી ચલાવવાની છે. તેમ દીક્ષા લઈને નિર્દોષ ગોચરી વાપરવા માટે સંયમજીવન જીવવાનું નથી. તથા સ્વાધ્યાયાદિ કર્યા વિના 2 ફક્ત જીવવા માટે, કોઈએ લાવેલી નિર્દોષ ગોચરી વાપરીને સમુદાયમાં કેવળ લીલાલહેર કરવાની નથી. પણ હિંસાદિનિવૃત્તિ અને દ્રવ્યાનુયોગાદિપ્રવૃત્તિ ઉભયસ્વરૂપ ચારિત્રને પાળવા માટે તથા ઉપરોક્ત ચારિત્રફળ મેળવવા માટે શરીરરૂપી ગાડીને ચલાવવાની છે. નેશનલ હાઈવે ઉપર ગાડી ચલાવી શકાય તો ઉત્તમ. પરંતુ તેમ ન બને તો ડાયવર્ઝન માર્ગે પણ ગાડીને ચલાવીને સલામતપણે મંજિલને ઝડપથી મેળવી લેવી એ ઠરેલ ડહાપણભરેલું ધન્યવાદપાત્ર કર્તવ્ય છે. નેશનલ હાઈવે ઉપર ગાડી ચાલી શકે તેમ હોય છતાં બિનજરૂરી નવો ડાયવર્ઝન ( = શિથિલાચાર) પોતાની જાતે ઊભો કરવામાં શક્તિ બરબાદ કરી માર્ગભ્રષ્ટ અને મંજિલભ્રષ્ટ થવું તે તો મૂર્ખામી છે જ. પરંતુ નેશનલ હાઈવે બંધ હોય તથા ડાયવર્ઝન માર્ગે ગાડી ચલાવવાની તૈયારી ન હોય અને મંજિલે પહોંચ્યા વિના જ મરી જવું, લૂંટાઈ જવું તે પણ નરી મૂર્ખામી જ કહેવાય. આ કાળમાં આ બાબત ઉપર વર્તમાનકાલીન સંયમીઓએ ખાસ ધ્યાન આપવું. દ્રવ્યાનુયોગના જ્ઞાનથી દીપોત્સવકલ્પમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ દર્શાવેલ અનંતસુખવાળો મોક્ષ નજીક આવે છે. (૧/૪).
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy