________________
* प्रवचनापभ्राजनादेः गुरुदोषता
अशुद्धात्मपरिणतिकार्यत्वात् । एतेन स्वच्छन्दस्य निर्दोषोञ्छादिग्रहणम्, तपस्विनो रूप्यकाद्युपार्जनम्, प गुरुसेवकेन गुरोः लघुताऽऽशातनादिकरणं अपरिशुद्धानुष्ठानमिति व्याख्यातम्, मलिनाशयजन्यत्वात्। रा इत्थं साम्प्रदायिकव्यामोहादिना साधु - श्रावकादिनिन्दादिकारिणः उग्रचारित्राचारपालनमपि अशुद्धानुष्ठानत्वेनाऽवसेयम् । अत एव भवभीरुणा साम्प्रदायिकव्यामोह - प्रवचनापभ्राजना-साधुनिन्दादिकं म् છે તથા તેવી પ્રવૃત્તિ કરનાર સાધુ પાસે ભાવસંયમ ગેરહાજર છે. શાસનહીલના થાય તેવી પ્રવૃત્તિ કરવી તે અશુદ્ધ આત્મપરિણતિનું જ કાર્ય છે. આંતરિક અપરિશુદ્ધ પરિણામ દ્વારા જન્મ હોવાથી બાહ્ય રીતે શુદ્ધ સંયમાચાર તરીકે જણાવા છતાં તે અનુષ્ઠાન મલિન જ જાણવું. તે જ રીતે ગુરુની આજ્ઞા માને નહિ અને બીજી બાજુ નિર્દોષ ગોચરી-પાણીની ખૂબ ગવેષણા કરે. મોટી તપશ્ચર્યાઓ કરી લોકોને વશ કરી પૈસા કઢાવે. એક બાજુ ગુરુની ખૂબ સેવા કરે અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવા કામ કરે. એક તરફ ગુરુનો ખૂબ અવિનય-આશાતના કરે અને પછી ગુરુના પગ દાબવા બેસે. ખરેખર ખાળે ડૂચા અને દરવાજા મોકળા' - એવી આ દશા મિલન આશયથી ઉત્પન્ન થવાથી કેવળ અશુદ્ધ અનુષ્ઠાનની ઘોષણા કરે છે. જેમ કુલટા સ્ત્રી પોતાનો વ્યભિચાર-દુરાચાર ઢાંકવા પતિની બહારથી ખૂબ સેવા કરે તેવું અહીં સમજવું.
શ્રાવકના અશુદ્ધ અનુષ્ઠાનની નિશાની
al
સ
આ જ રીતે શ્રાવકવર્ગમાં પણ એક બાજુ હોટલમાં દારૂ ઢીંચીને, માંસ-ઈંડા ખાઈને આવે અને ઘરમાં તિથિના દિવસે શ્રાવિકાએ ભૂલથી લીલું શાક રાંધ્યું હોય તો તેનો ઉધડો લઈ લે. એક બાજુ ઘરવાળી સાથે મોટેથી ઝઘડો કરે અને પછી સામાયિક લઈને ધાર્મિક તરીકે પોતાની છાપ ઉપજાવે. બજારમાં ભારોભાર અનીતિ કરે, માલમાં ભેળસેળ કરી બીજાના જીવન સાથે રમત રમે, ઉઘરાણી ચૂકવે નહિ, વહુઓને ત્રાસ આપે, પુત્રવધુ સાથે છેડતી કરે, અનેકના શ્રાપ-નિસાસા લે અને એકાદ કીડી મરી જાય તેની મોટી બૂમાબૂમ કરી મૂકે. એક બાજુ એબોર્શન-ગર્ભપાત કરાવે અને બીજી બાજુ જાહેરમાં ‘એગિદિયા, બેઈંદિયા...’ મોટેથી બોલે અથવા વર્ષીતપ કરીને ધર્મી તરીકે પોતાની હવા ઊભી રાખે. ખાનગીમાં વેશ્યાગમન, પરસ્ત્રીગમન કરે અને પર્યુષણમાં અઢાઈ કરીને ધર્મી તરીકેની વાહ -વાહ લઈ લે. આ શ્રાવક જીવનની અપેક્ષાએ અશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. તાત્પર્ય એ છે કે એક બાજુ ધર્મ કરે પણ બીજી બાજુ નિઃશંકપણે ભરપૂર પાપ કરે તો તેનો ધર્મ પણ અશુદ્ધ બને. તેથી સાધકે તેવી પાપક્રિયાને છોડવી.
/T
२७
સાચો સાધુ નિંદા ન કરે ક
(i.) આ રીતે જેની પાસે આંતર ચારિત્રપરિણામ હોય તેને વિશિષ્ટ આત્મગુણોનો આસ્વાદ થયેલો હોવાના કારણે તે કદાપિ સાધુ-શ્રાવક આદિની નિંદા, ગર્હા, દ્વેષ વગેરે કરી ન શકે. અમૃતના ઘૂંટડા પીનારને ઝે૨ના ઓડકાર ક્યારે પણ ન આવે. તેથી વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરનારના બહારથી ઉગ્ર દેખાતા ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુષ્ઠાન જ જાણવા. શાસનહીલના, સાધુનિંદા વગેરે કાર્યનું કારણ તો આંતરિક મલિન પરિણતિ જ છે. મલિનતર આશયથી જન્ય હોવાના