SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ २८ ० साधुताऽऽभासप्रकाशनम ૨/૨ प परित्याज्यम् । ग अत एव प्रवचनविराधना-साधुनिन्दादिपरायणस्य विधि-यतनादियुक्तपञ्चाचार-शुद्धधर्म____ देशनाद्याभासमात्रेण नैव शुद्धसाधुत्वं बोध्यं पण्डितभूमिकाऽर्थिना । विनयरत्नाऽङ्गारमर्दकाचार्याधुदा- हरणमत्र विभावनीयम्, इदानीन्तनकालोपयोगित्वात् । इत्थं पण्डितभूमिकापराकाष्ठाप्राप्तौ एव “अनन्तश दर्शन-ज्ञान-वीर्यानन्दसुधाऽशितः। स सुखायिष्यतेऽनन्तं कालं तत्राऽकुतोभयः ।।” (प्र.चि.७/४५५) इति कु प्रबोधचिन्तामणौ जयशेखरसूरिदर्शितं सिद्धस्वरूपं सुलभं स्यात् ।।१/३।। લીધે, બહારથી શુદ્ધ જણાતી એવી પણ સંયમચર્યા અવશ્ય અપરિશુદ્ધ-મલિન છે. આશય એ છે કે પોતાના સંયમાચારને પરિશુદ્ધ બનાવવા ક્યારેય પણ સામ્પ્રદાયિક વ્યામોહ, કાનભંભેરણી વગેરેના લીધે એ શાસનઅપભ્રાજના, સાધુનિંદા વગેરે ઝેરી પ્રદૂષણોનો આશરો ભૂલે ચૂકે પણ ન લેવાઈ જાય તે માટે પ્રત્યેક ભવભીરુ સંયમીએ કાળજી રાખવી. અન્યથા અધ્યાત્મ જગતમાં દેવાળીયા બનવું પડે. છે વિવેકદ્રષ્ટિને અપનાવીએ છે. | (સાત) તેમજ પ્રસ્તુત ગાથાથી બીજી વાત એ પણ સૂચિત થાય છે કે જો આપણે પંડિતકક્ષા મેળવવી હોય તો જેઓ શાસનહીલના, સાધુનિંદા વગેરે તેજાબી પ્રવૃત્તિમાં ગળાડૂબ બનેલા છે, તેઓના બાહ્ય સંયમાચારો, વિધિ, યતના વગેરેથી યુક્ત દેખાવા માત્રથી કે તેમની દેશનામાં શાસ્ત્રીયતા વગેરે ભાસવા માત્રથી તેઓને શુદ્ધ સંયમી માની લેવાની ગંભીર ભૂલ કદાપિ ન કરવી. વિનયરત્ન, અંગારમર્દક આચાર્ય વગેરે દષ્ટાંતોને વિવેકદૃષ્ટિએ વિચારવાથી પ્રસ્તુત હકીકત સમજી શકાય તેવી છે. વર્તમાનકાળમાં પ્રસ્તુત આધ્યાત્મિક તાત્પર્યાર્થની વ્યાપક અને વિશદ જાણકારી ઘણી આવશ્યક જણાય છે. આ રીતે પંડિતકક્ષાની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તો જ પ્રબોધચિંતામણિમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં શ્રીજયશેખરસૂરિજીએ જણાવેલ છે કે “અનંત દર્શન-જ્ઞાન-શક્તિ-આનંદસ્વરૂપ અમૃતનો આસ્વાદ કરનારા નિર્ભય એવા તે સિદ્ધાત્મા ત્યાં સિદ્ધશિલામાં અનંત કાળ સુધી સુખને માણશે.” (૧૩) લખી રાખો ડાયરીમાં.... • મોક્ષે પહોંચવા સાધના એ Long cut, Hard cut, High cut છે. મોક્ષે પહોંચવા ઉપાસના એ Short Cut, Easy Cut, Best Cut . • સાધના નિર્માણલક્ષી છે. સાધના પ્રજ્ઞાપ્રધાન છે. ઉપાસના નિર્વાણલક્ષી છે. ઉપાસના આજ્ઞાપ્રધાન છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy