________________
२० • ज्ञान-क्रियोभयरुचिः कर्तव्या :
૨/૨ तात्त्विकस्थिरश्रद्धानस्य असम्भवः । न ह्यज्ञाते अत्यल्पांशतो वा ज्ञाते वस्तुनि तात्त्विकं स्थिरञ्च प श्रद्धानं सम्भवति। तद् ऋते च पारमार्थिकं सम्यग्दर्शनं नैव जायते। तेन विना नैश्चयिक ___ चारित्रमपि दुर्लभमेव ।
ततश्च चारित्रमूलोत्तरगुणोपार्जने यावान् बाह्य उद्यम आवश्यकः ततः शतगुणः सहस्रगुणो म वा आन्तर उद्यमः पारमार्थिकप्रशमादिगुणोपेतनैश्चयिकसम्यग्दर्शनलाभाय आवश्यक इति चेतसिकृत्य
स्वसमयं स्वभ्यस्य, परदर्शनवैतथ्यं विज्ञाय, तदीयैकान्तवादराद्धान्ततः पृथग्भूय, आदरतो ___भावस्याद्वादशुद्धसिद्धान्तगतां त्रैकालिकाऽबाध्यतां मनसि स्थिरीकृत्य, तीर्थङ्करगोचरप्रीति-भक्ति
, -समर्पणादिषु विलीय, ग्रन्थिभेदं विधाय, अभ्यन्तरापवर्गमार्गे अविरतम् अभिसर्पणाय यतितव्यम् । णि इत्थमेव जीवनसाफल्योपपत्तेः। इत्थञ्च शुष्कज्ञानी क्रियाजडो वा न आत्मार्थी किन्तु सम्यग्ज्ञान --क्रियोभयरुचिरेवेति फलितम्। तस्यैव “संसारविषयातीतं मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं परमं परमर्षिभिः ।।” (त.सू.का.२३) इति तत्त्वार्थसूत्रकारिकायाम् उमास्वातिवाचकप्रदर्शितं मोक्षसुखं सुलभं ચાતા૧/૨ T.. સ્વરૂપ જૈનદર્શનના મૌલિક સિદ્ધાન્તોનો સર્વાંગીણ પરિચય ન થાય ત્યાં સુધી તારક તીર્થંકર પરમાત્મા ઉપર કે તેના વચન ઉપર તાત્ત્વિક અને સ્થિર શ્રદ્ધા પણ પ્રગટી ન શકે. તથા તેના વિના પારમાર્થિક સમ્યગ્દર્શન પણ આવી ના શકે. તેના વિના તો નૈઋયિક ચારિત્ર પણ દુર્લભ જ છે.
| ($ ક્રિયા કરતાં જ્ઞાનમાં વિશેષ ઉધમ આવશ્યક (9 (તત) માટે ચારિત્રના મૂળ ગુણ(ચરણસિત્તરી)માં અને ઉત્તર ગુણ(કરણસિત્તરી)માં બાહ્ય ઉદ્યમ કરવાની જેટલી જરૂર છે તેના કરતાં સારભૂત પારમાર્થિક પ્રમાદિ ગુણસંપન્ન નૈૠયિક સમ્યગ્દર્શનને છે મેળવવા માટે સેંકડો ગણો આંતરિક ઉદ્યમ કરવાની આવશ્યકતા છે. આવા લક્ષ્યપૂર્વક સ્વદર્શનના શાસ્ત્રોનો a ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, પરદર્શનની પોકળતાને પિછાણી, તેની એકાંતવાદમય માન્યતાઓથી અળગા " બની, આદર અને અહોભાવપૂર્વક દ્રવ્યાનુયોગમય ભાવસ્યાદ્વાદસ્વરૂપ શુદ્ધ સિદ્ધાન્તની ત્રિકાલઅબાધ્યતાને એ મનમાં સ્થિર કરી, તારક તીર્થકર ભગવંતના પ્રેમભક્તિસમર્પણ વગેરેમાં ખોવાઈ જઈ, ગ્રન્થિભેદ કરી, આંતરિક મોક્ષમાર્ગે અવિરતપણે આગેકૂચ કરવા કટિબદ્ધ બનવું એમાં જ જીવનની સાર્થકતા છે. એનો અર્થ એવો ફલિત થાય છે કે બુધ જન તે છે કે જે શુષ્કજ્ઞાની નથી કે ક્રિયાજડ નથી. પરંતુ સમ્ય જ્ઞાન-ક્રિયાભિરુચિવાળો છે. તેવા આત્માર્થી બુધજનને જ તત્ત્વાર્થકારિકામાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “મુક્ત જીવોનું સુખ (૧) સંસારના વિષયો કરતાં ચઢિયાતું છે, (૨) શાશ્વત છે, (૩) પીડારહિત છે. તેથી પરમર્ષિઓ મોક્ષસુખને પરમ = સર્વશ્રેષ્ઠ કહે છે.” (૧/૨)