SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સારા ગણાતા અને આગમના અભ્યાસીઓને આ આગમ વાચના જ પ્રતાપ છે. સં. ૧૯૭૧ નું પાટણ, ૧૯૭૨ નું અમદાવાદ ચાતુર્માસ કરી ૧૯૭૩માં સુરત પધાર્યા. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે બાદશાહી મહામહોત્સવ પૂર્વક પ–પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કમલસૂરીશ્વર મહારાજે તેમને આચાર્યપદારેપણુ કરાવી આગદ્ધારક તરીકે પ્રતિષ્ઠિત કર્યા. દેવદ્રવ્યની ચર્ચાને સામને કરવા સાથે તેમજ દેશમાં પડેલા દુષ્કાળ માટે મોટું ફંડ કરાવવા સાથે સં. ૧૯૭૪નું ચાતુર્માસ પૂર્ણ કરી સં. ૧૯૭૫માં આનંદ પુસ્તકાલયની સ્થાપના કરી. ચાતુર્માસ બાદ જીવણચંદ ધરમચંદે સિદ્ધગિરિના કાઢેલ સંઘમાં પધાર્યા. ૧૯૭૬નું ચાતુર્માસ પાલીતાણા કરી, રતમલામ થઈ, ૧૯૭૭ માં શૈલાના પધાર્યા ને ત્યાંના રાજા દિલિપસિંહજીને પ્રતિબોધી, આખા માળવામાં ધર્મની ત ઝગમગાવી. માંડવગઢ, ભેપાવર વગેરે તીર્થનો ઉદ્ધાર કરવા સાથે ૧૯૭૮–૧૭નું ચાતુર્માસ રતલામ કરી, બંગાલ પધાર્યા. ૧૯૮૦નું ચાતુર્માસ કલકત્તા કરી, ૯૬, કેનીંગ સ્ટ્રીટમાં ઉપાશ્રય કરાવી, ૧૯૮૧માં અજીમગંજ આવી બાબુઓના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવી, સેંકડે માણસોને નાનામેટા વ્રતથી વતી બનાવ્યા. સં. ૧૯૮૨ સાદડી, ૧૯૮૩ ઉદયપુર ચાતુર્માસ કરી મારવાડમાંના કુસંપિ દૂર કરાવી કેસરિયાજીમાં દિગંબરોની આડખીલી હોવા છતાં, તેમની દરકાર કર્યા વિના ધજાદંડ ચઢાવે. સં. ૧૯૮૪ અમદાવાદ, ૧૯૮૫ ભાવનગર ચાતુર્માસ કરી, ૧૯૮૬માં ખંભાત પધાર્યા. તપ અને ત્યાગની ઓજસ્વીવાણીએ પાણીની માફક અનેક ના દિલ અને દિમાગને સાફ કર્યા, અનેક જીવે વૈરાગ્યને રંગે વળ્યા. મેક્ષમાર્ગના પથિક દેવસીભાઈધ્રાંગધ્રાથી વેપાર માટે આવેલા તેમના મનમાં પણ વૈરાગ્યના વિચારે પ્રગટયા અને ગુરૂચરણે મસ્તક મૂકી જેઠ વદ ૧૪ના દેવસીભાઈમાંથી મુનિ દર્શનસાગર બન્યા (જે આજે આચાર્ય દંશનસાગરસૂરીશ્વરજી તરીકે વિખ્યાત છે.)
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy