________________
(૩૨) ૧૯૮૭ અમદાવાદ, ૧૯૮૮નું ચાતુર્માસ મુંબઈ કરી, ૧૯૮લ્માં સુરત પધાર્યા. આ ચાતુર્માસમાં દીક્ષા વિરોધી પ્રવૃત્તિએ જોર પકડયું. વડેદરા રાજ્યને સંન્યાસ દીક્ષા નિયામક કાયદે આવ્યા. વિરોધમાં આચાર્ય મહારાજ મેખરે રહયા. પરિણામે દીક્ષા વિરોધની પ્રવૃત્તિ જેમજેમ જોર પકડતી ગઈ, તેમતેમ સાર સુખી ઘરના યુવાને સંસાર છોડી ભાગવતી દીક્ષા અંગીકાર કરવાવાળા બન્યા. લેકમાં ધર્મરાગ પ્રગટ અને મુનિસંસ્થા બેવડાઈ ગઈ. દુષમકાલ સુષમ જે થયે અને જૈનેતરને પણ દીક્ષા પ્રત્યે આદર વધે. સં. ૧૯૯૦માં સેંકડે સળગતા પ્રશ્નોના સમાધાન માટે રાજનગરમાં મુનિસંમેલન થયું અને પૂજ્યશ્રીએ કુશાગ્ર બુદ્ધિ વડે તે સફળ કર્યું. સં. ૧૯૦ મહેસાણા, ૧૯૧ પાલીતાણા ૧૯૨-૯૩માં જામનગર ચાતુર્માસ કરી પિપટલાલ ધારશીભાઈ ને પ્રતિબંધી, યાદગાર સંઘ કઢાવી, ૧૯૯૪ પાલીતાણામાં ચાતુર્માસ કરી, શેઠશ્રી મેહનલાલ છોટાલાલના અદ્વિતીય ઉજમણ માટે અમદાવાદ પધાર્યા. સં. ૧૫નું ત્યાં જ ચાતુર્માસ કરી, ૧૯૬-
૧૭–૧૯૮નું ચાતુર્માસ પાલીતાણ કરી, અજોડ આગમમંદિરનું સર્જન કરી,
૧ લ્માં આઠ નવકારશીઓ અને સમગ્ર શહેરના જમણ સાથે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, જન્મભૂમિમાં ચાતુર્માસ માટે પધાર્યા. ૧ નું ચાતુર્માસ કપડવંજ કરી, ૨૦૦૦ના ચાતુર્માસાર્થે મુંબઈ પધાર્યા. ૨૦૦૧ થી ૨૦૦૫ છેલ્લા પાંચ ચાતુર્માસ સુરત કરી, લથડતી અને દિન પ્રતિદિન ઘસાતી જતી કાયાની પણ પરવા કર્યા વિના અતિહાસિક તામ્રપત્રાગમ મંદિરનું સર્જન કર્યું. ભયંકર માંદગીમાં પણ કર્મ કઠીન ને કાયા સુંવાળી'ના સ્મરણ સાથે આરાધનામાં મસ્ત રહી હજારે શ્લેકેનું સર્જન કર્યું અને સં. ૨૦૦૬ના વૈ. વદ પના ૪-૩૦ કલાકે છેલ્લા પંદર દિવસથી અર્ધ પદ્માસને સ્થિર રહી, ત્રણ દિવસ અગાઉ આહારદિના પ્રત્યાખ્યાનપૂર્વક મૌનપણે દેહનું વિસર્જન કરનાર આગમસમ્રાટને અગણિત વંદન!
ગણિ ચંદ્રાનન સાગર