SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આગેવાન આગળ આવ્યા. અડધા કલાક પછી જ કેટેનું જજમેંટ હતું, પરંતુ મહારાજ કેર્ટના કંપાઉન્ડમાં બેસી પંચાશકના અર્થ સમજાવતા હતા તેથી કુંવરજી આણંદજી ભાવનગરવાળાએ કહયું: “કેટના જજમેન્ટને અડધા કલાકની જ વાર છે. આપને શું થશે તેને વિચાર કર્યો ?” મહારાજે કહયું: “જે કરવાનું છે તે મેં નક્કી જ કર્યું છે.” કેટે ચુકાદો આપે કે “પંન્યાસ આનંદ સાગરજીએ ધર્મની. રક્ષા કરવા બધું યેગ્ય કર્યું છે. મહાત્માએ સત્ય અને પરિપૂર્ણ જુબાની આપી છે અને તેઓ નિર્દોષ છે. “ભલાના ભેર ભગવાન, તે આનું નામ. સં. ૧૯૬૫ ના યેવલા ચોમાસુ કરી, ઉપધાન કરાવી, ૧૯૬૬માં સુરત ચાતુર્માસ માટે આવ્યા. ત્યાં શીવજી લાલન પ્રકરણ શરૂ થયું તેથી પૂજ્ય શ્રી ની નિશ્રામાં સંઘ ભેગા થયા અને સંઘે તેમને બહિષ્કાર કર્યો. સં. ૧૯૬૭ સુરત, ૧૯૬૮ ખંભાત, ૧૯૬૯ છાણ, ૧૯૭૦ પાટણ ચાતુર્માસ કર્યું. પાટણમાં સેંકડે સાધુ સાધ્વીએ પધાર્યા ને આગમની સૌ પ્રથમ વાચના આપવા સાથે આગોદય સમિતિની સ્થાપના કરી. આગમ વાચનાનું તે વખતનું દશ્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની, વલ્લભી વાચનાની સ્મૃતિ કરાવે તેવું થયું. પરિણામે બીજી ભયણી, ત્રીજી પાટણ, ચેથી કપડવંજ, પાંચમી અમદાવાદ, છઠ્ઠી અને સાતમી સુરત, આઠમી પાલીતાણા અને નવમી રતલામ એમ નવ વાચનાઓ આપી. - પ. પૂ. આ. દેવ શ્રી મેઘસૂરીશ્વરજી મ. સા., - પ. પૂ. આ. દેવ શ્રી હર્ષસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. દેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આ. દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ” . તથા પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. વગેરે આજના.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy