________________
૩૨૦
[ પંચસૂત્ર-૪
મંદતા આ
સંબંધીત
વડ અ8 આદિવશ
એમ
બ્રાતિ ન આવવા દેવી, અશ્રદ્ધા, અનાદર, ન થવા દેવા, વગેરે અખંડપાલન માટે વધતી ભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ બહુ જરૂરી છે.
* ભાવવિશુદ્ધિમાં ચારિત્રના ભાવ યાને પરિણામ જે બગડ્યા, ચિત્ત જે મલીન થયું તે એ અખંડ પાલન નહિ થાય. ચારિત્ર–પરિણુતિ બગડવાનું એ રીતે થાય છે કે (૧) જે ઉલ્લાસ-ઉત્સાહ સાથે ચારિત્ર માર્ગ સ્વીકાર્યો, તે ઉલ્લાસ-ઉત્સાહમાં મંદતા આવે, ઉત્સાહભંગ થાય. (૨) સર્વત્યાગ કરીને નીકળ્યા પછી સાંસારિક સંબંધીને આકર્ષણ જાગે, સ્નેહ ઊભરાઈ આવે; ધન-માલનું મહત્વ લાગે; સગવડ અનુકૂળતા માટે આરંભસમારંભાદિની ઈચ્છા જાગે, ક્રોધ-લોભ-ભય આદિવશ અસત્યભાષણનો ભાવ થાય; વારેવારે ધણને અવગ્રહને શે યાચો?” એમ કરી અદત્તાદાનની વૃત્તિ જાગે; ધણીને પૂછયા વગર સ્થાનસેવન, પાટપાટલાદિ-ઉપભેગ, વગેરે કરવાનું મન થાય; સ્ત્રીઓના સુંદર રૂપ-ગાત્ર જેવાની કે મધુરા શબ્દ સાંભળી લેવાની વૃત્તિ થાય; કામકીડા યાદ કરી મન મિઠાશ અનુભવે; ચારિત્રના ઉપકરણને સંગ્રહ વધારવાનું અને દર્શન જ્ઞાન ચારિત્રને નિરુપયેગી વસ્તુ રાખવાનું મન થાય. આમ સર્વત્યાગને ભાવ ચુકી અહિંસાદિ પંચમહાવ્રતનું અંશે પણ ઉલ્લંઘન કરવાની લેગ્યા જાગે, એમ જિનાજ્ઞાએ ચારિત્રજીવન અંગે ફરમાવેલ વિધિ-નિષેધ યાને પ્રવૃત્તિ-નિવૃત્તિના ઉલ્લંઘનનું મન થાય; સાધુ જીવનની દિનચર્યા પર્વચર્યા અને પ્રાસંગિક ચર્યા આરાધવામાં પાછી પાની કરાય. દા. ત. અહોરાત્રમાં પાંચ પહોર અખંડ સ્વાધ્યાય રાખવામાં અણીશુદ્ધતા ન રખાય, એમ જિનાજ્ઞાએ જે જે વાતને નિષેધ કર્યો હોય તેની એક યા બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવાનું મન થાય.