________________
૩૧૯
પ્રવજ્યા-પરિપાલન] ગુણને બરાબર વિધિપૂર્વક યોગ પાસે, એ વેગ હવે અવંચક બને છે. “અવંચક” એટલે નહિ ઠગનાર, નિષ્ફળ નહિ જનારે, અર્થાત અવશ્ય સફળ થનાર. સફળ વેગમાં ફળ છે કિયા, એટલે કે એ ક્રિયાવંચક અવશ્ય પામે છે. દા. ત. ગુરુ કે અષ-જિજ્ઞાસાદિ ગુણ સાથે જે સાચે વેગ , તે એના ફળરૂપે ગુરુના વિનય-વંદનાદિ કિયા તત્ત્વ શ્રવણ-કિયા સાથે જોડાય છે. જે બીજા વિષય કે વ્યવસાયમાં ઉત્કટ રસ આસક્તિ હોય તે ગુરુ પાસે જવાનું જ નહિ થાય. પછી ગુરુયોગ ક્યાંથી થાય? અરે ! ગુરુ સામા આવીને મળે તે ય પેલો ઇદ્રિયવિષય રસ અહીં દિલથી ગુરુગ નહિ કરવા દે. જે ગાવંચક નહિ, તે કિયાવંચક શાનો? એમ પ્રસ્તુતમાં ચારિત્રગુણ જો વિધિપૂર્વક નહિ, પણ અવિધિએ તફડંચી કર્યો, તે તે સમ્યગ નહિ બને, તેથી પછી ક્રિયાવંચકના વાંધા ! સુવિધિથી ચારિત્રગ પાપે એ હવે એના ફળરૂપે ક્રિયાવંચક પામે છે, ચારિત્રની પવિત્ર કિયા સાથે એને આત્મા ભાવપૂર્વક તન્મયતાથી જોડાય છે. આના ઉપર જ આગળ પાંચમા સૂત્રમાં કહેશે તે ફળાવંચક પ્રાપ્ત થશે. ચારિત્રનું ફળ અવશ્ય પામશે. માટેજ કિથાવંચક ચારિત્રની સર્વ કિયા દિલના ભાવપૂર્વક તન્મયતાથી આરાધવી જોઈએ. આ માટે સૂત્રકાર હવે એના ઉપાયે બતાવે છે.
૧. વધતી ભાવશુદ્ધિ, મહાસત્ત, અબ્રાતતા
ચારિત્ર પામેલો આત્મા પિતાના ચારિત્ર અર્થાત્ સર્વત્યાગના, અને સર્વાશે જિનાજ્ઞાપાલનના, ભાવ હવે અધિકાધિક તેજસ્વી કરતે ચાલે. આ માટે ચિત્તવિશુદ્ધિ વધુને વધુ વિકસ્વ રહેવી જોઈએ. આગળ કહેશે તે સાધનાઓભર્યા ચારિત્રજીવનમાં