________________
૩૦૩
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ] કરેગ એ મરણ, પુનર્ભવ, વગેરે વિપાક દેનાર છે.
વળી તે મુમુક્ષુ શુકલપાક્ષિક જીવ ધર્મ ઉપર રહેલા પક્ષપાતને લીધે વિચાર કરે છે કે “આ મારા માતાપિતા સમ્યક્ત્વ વગેરે ઔષધ વિના તે અવશ્ય આ ભવસાગરમાં ખુવારી પામશે; જ્યારે, એ ઔષધથી બચી શકશે. જો કે સમ્યકત્વ-ઔષધ આણી આપવામાં વિકલ્પ છે; કદાચિત્ આણ શકાય, કદાચ ન પણ આણી શકાય. છતાં એવું નથી કે ન જ આણી શકાય. તેમ વ્યવહારથી હજી માતાપિતા શેડો કાળ કાઢે તેમ લાગે છે. જો કે નિર્ણય તે નથી, છતાં હજી જીવંત રહેવાને સંભવ છે. તેથી તે દરમિયાન જે હું ચારિત્ર લઈ લઉં, અને પછી એમને પણ સમ્યક્ત્વાદિ ઔષધ લાવી આપું, તે તે ઔષધથી એમને કર્મરોગ મટી ભાવજીવન પ્રાપ્ત થાય; તેથી એ સંસાર-અટવીને પાર ઉતરી શકે.”
પ્રવે-મુમુક્ષુ જીવ આવી ઉતાવળ કરે, એના કરતાં થેડી ઢીલ કરે તે શે વધે?
ઉ૦-ઢીલ કરે એટલે શું એમ ઇછે કે “આ માતાપિતા ક્યારે મરે ને હું ચારિત્ર લઉં?” એવી માતાપિતાના મોતની ઈચ્છા તે ચારિત્રને પાયાને જે ભાવ, મૈત્રીભાવ, તેને જ નષ્ટ કરી નાખે છે. પછી ચારિત્ર શું આવવાનું? એ એવું ઈ છે નહિ. માટે એમને જીવંત રાખી ચારિત્ર લે. પણ ઢીલ ન કરે. એ સમજે છે કે “મારા આયુષ્યને ભરેસે નથી. આયુષ્ય એટલે જીવનદેરી; એના ઉપર ઉપસર્ગ બહુ ઝઝુમે છે, તેથી આયુષ્ય એ પવનથી પ્રેરાતા પાણીના પરપેટા કરતાં ય વધુ અનિત્ય છે. આયુષ્યની આવી અતિ ચપળતા હેવાથી, જીવ જે ઊંચે શ્વાસ