________________
२६७
કર્મ અને જન્મ છે; અને જન્મ છે, તે અવશ્ય મૃત્યુ છે, એ પણ પંડિત-મરણ નહિ કિન્તુ બાળ-મરણ હવાથી ચારે ગતિમાં અનેક યોનિઓમાં, વારંવાર મૃત્યુ લાવે છે. એથી ક્ષાત્રવટના પ્રણિધાન કરે કે “આ તે કાળ છે કે જ્યાં હું રાગદ્વેષના લિષ્ટ બંધનેને કાચા તાંતણાની માફક તેડી નાખીશ. શું કામ છે મારે છેટા રાગ-દ્વેષમાં તણાઈને? એથી મારા આત્મામાં કશે જ ગુણ નથી થતું. માટે મારે તે હવે આ ફેરગટિયા રાગદ્વેષને નિકાલ જ કરી નાખવાને. એ કરીને હું મૃત્યુ ઉપર વિજય મેળવીશ. તેથી જ “આપણે તે ભાઈ! ઢીલા, સુંવાળા, સુકુમાર; આવા વખતમાં આપણાથી શું થઈ શકે?' એવા વેવલા શબ્દને કાઢી નાખી, પ્રતિક્ષણ મૃત્યુને નજર સામે રાખી પ્રબલ શુભભાવનાના જેમથી હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકાર અને મહિના નશાને ફગાવી નાખવાનો.
જનકરાજાને મંત્રી પૂછે છે, “આપ આવા રાજશાહી સુખ ભેગો છો છતાં લોકો કેમ આપને વિદેહી કહે છે? રાજાએ અવસરે જવાબ આપવાનું કહી એક વાર મિજબાની ગઠવી મંત્રીને પણ ચાર વાગે આવવાનું આમંત્રણ મોકલ્યું. એ દિવસ બે વાગે ઢંઢરે પિટા કે મંત્રીને પાંચ વાગે ફાંસી દેવાની છે. મંત્રીના તે એ સાંભળીને હોશકોશ જ ઉડી ગયા ! જમણમાં આવ્યું પણ એને પકવાન્નમાં રસ નથી. રાજા પૂછે “કેમ આમ ?” એ કહે છે, “શું પૂછે છે ? કલાક પછી મૃત્યુ નજર સામે હોય ત્યાં માલસેવામાં રસ રહે?” રાજા કહે છે, તે બસ, તમને તે કલાક પછી, પણ મને તે બીજી જ ક્ષણે મૃત્યુ ભાયા કરે છે એટલે રાજશાહી સુખમાં ય શો રસ રહે?