SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં તારી ગમે તેટલી હોશિયારી હશે, તારું ગમે તેટલું માન હશે, તારા એક શબ્દ પાછળ હજારે માણસ પ્રાણ આપવા સુધી તૈયાર થતા હશે, પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે એને રેકવા એમાંનું કાંઈજ કામ નહિ આવે. ચક્રવર્તિ, ઈન્દ્ર કે અનંતબળી પરમાત્માની પણ કોઈ તાકાત મૃત્યુને રોકવા સમર્થ નથી. મૃત્યુ તારી અત્યંત કાકલુદીભરી વિનંતિ પણ નહિ સાંભળે. તારા માનની કે તારી ઋદ્ધિ-સિદ્ધિની મૃત્યુને કોઈ જ પરવા નથી. તે તે તને આ દેહરૂપી ભૂમિ પરથી ઢફાની જેમ ઠોકરે ઉડાવશે. કેમકે (૪) એ અનિવારણીય છે,-રોકાય નહિ એવું છે. મૃત્યુ આવે ત્યારે તું તેને જે કહીશ કે “ભાઈ ! જરા થંભી જા, હું જિંદગીમાં ધન ધાન્યાદિ તે બહુ કમા, (તે થી તે પુણ્ય વટાવાઈ ગયું), પણ મેં દાન-પુણ્ય કર્યું નથી, અને અધર્મો બહુજ કર્યા છે. કુટુંબની જાળમાં, ધનની લેલુપતમાં, વિષયેના મોહમાં હું બહુ લપટાયે; આ બધાથી તે આત્મામાં માત્ર પાપના ગંજ ખડકાયા હવે તું ફક્ત જરા થોભી જા, તે હું દાન દઈ દઉં, ધર્મ કરી લઉં,” ત્યારે મૃત્યુ જાણે ખડખડાટ હસશે ! તે તને ભયંકર લાગશે. તું થરથર કંપીશ, તે ય તે તારી મૂર્ખતા ઉપર અને તારી પામરતા ઉપર જાણે વધુ હસીને તને ક્યાંય અંધારામાં ઉપાડી જશે! (૫) “મણૂ પુણે પુણેપણુબંધી” આવું મૃત્યુ પાછું એકજ વખત આવતું નથી, પણ ફરી ફરી તેની આવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે મર્યા એટલે આ જીવન પૂરું થયું, પરંતુ કર્મ નથી મર્યા. અને કર્મ ઊભા છે તેથી જન્મ થવાને, જ્યાં જન્મ થયે કે મૃત્યુ નક્કી થયું જ, રાગદ્વેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy