________________
૧૯
મમતા એ કેમ સમાનતાની શત્રુ એ વિસ્તારી આદ્રકુમારને વર્ણવ્યા.
O (૧૨) સ્વાત્મનિરીક્ષણ (પૃ. ૨૪૪) વારંવાર કેમ કેમ કરવું એ કહી અંગર્ષિનું દષ્ટાંત અને સારભૂત મૂડીનું ચિંતન, ધનધાન્યાદિ બડિશામિષરૂ૫ વર્ણવ્યાં. (૧૩) વ્યવહાર-શુદ્ધિએ ભાવમંગળની સિદ્ધિ, અર્જુન માળી-સુદર્શનનું દષ્ટાંત કહ્યું.
(૧૪) ધર્મ જાગરિકા (પૃ. ૨૫૨) વિસ્તારથી વર્ણવતાં, કાળ પર ચિંતનમાં માનવકાળની ઓળખમાં આવર્ત ઘટાડવા અન્યત્ર અલભ્યની સાધનાને કાળ, હેય-ઉપાદેયવિવેકને કાળ, જિનાદિ-પરાક્રમ શાસનતત્વઆરાધના પર મનને વાસના-મોહ-કુવૃત્તિનાશને કાળ, ૧૦ સંજ્ઞાનાશને કાળ, સંયમ-સમાધિ-વિરાર-ઉપશમ-ગુપ્તિને કાળ, રસઋદ્ધિ-શાતાત્યાગ કાળ, કષાય-સંજ્ઞા-દુર્ગાન-વિકથાની ચોકડીઓના અંતકાળ, સર્વવિરતિકાળ વગેરે બતાવ્યા. (૧૫) વિષયાસારતા-મૃત્યુ પરંપરા પર ચિંતન (પૃ. ૨૬૩) બતાવતાં નેમ-રાજુલ, ધનાજીને ટોણે, દાંતમાં કહ્યા. મૃત્યુની ભયજનકતા-સર્વાભાવકારિતા-અણધાર્યું આગમન અનિવાર્યતા, અને પરંપરા બતાવતાં જનમંત્રીનું દૃષ્ટાંત કહ્યું. (૧૬) ધર્મ ઔષધ પર ચિંતન (પૃ. ૨૬૮) બતાવતાં બાળધર્મનૃપનું દષ્ટાંત કહ્યું. (૧૭) ધર્મ અને તેના પ્રકાશક-પાલક-પ્રરૂપક પ્રવર્તકને નમસ્કાર કર્યો.
(૧૮) ધર્મપ્રણિધાનમાં (પૃ. ર૭૧) સાધુધર્મની તીવ્ર આશંસા, કરવાનું કહી નિર્મમ અપર સંતાપક, ને ભાવશુદ્ધિને વર્ધક બનવાનું કહી બીજું સૂત્ર પૂર્ણ કર્યું.
સૂત્ર-૩. “પ્રવજ્યા ગ્રહણ-વિધિ (પૃ. ર૭૫) આમાં હવે પરિભાવના કરી તૈયાર થયેલો કેવી વિધિ કરી પ્રવજ્યાગ્રહણ કરે તે બતાવે છે. (૧) પરપીડા કર્યા વિના સ્વીકારને પ્રયત્ન કરે. એમાં ઈષ્ટહર્ષ–અનિષ્ટોઢેગ-કષાયવશતા સામે એનું મહાસત્ત્વ, તત્વનુસારિતા અને સભ્યત્વ-વ્રતાદિથી ભર્યુંભર્યું જીવન જઈ માતા