________________
સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. એમાં મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ–વચનાનુસારી આ પંચસૂત્ર મહાશાસ્ત્ર કે જે મંદશક્તિવાળા દુષમકાળના જીવને ટૂંકમાં સર્વજ્ઞકથિત ધર્મને સાર જાણવા એક રત્નખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્ર રચના તે ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદષ્ટિ છે. પ્રામાણિક શાસ્ત્રોમાં આ પંચસૂત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મેક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બાલતું શાસ્ત્ર વતે છે.
અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુઃખના જ ઉપાય ક્યા દુઃખમય દશા ભેગવી ! દુઃખની પરંપરા જ વહી ચાલી ! અવ્યવહારનિગાદમાં એ અનંતાનંતકાળ નારકીથી અનંતગુણ દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને વ્યવહાર નિગોદઆદિમાં એજ મહા મેહના ઉદયને લઈને અનંત પુદ્ગલપરાવર્ત વિતાવ્યા ! જેમાં કૃષ્ણ પક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જે સર્વજ્ઞ–શાસનની પ્રાપ્તિ થઈ છે તે એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન-રાજવાડામાં પ્રથમસૂત્રે બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તે પાપને ક્ષય કરી સહજાનંદી ગુણેના બીજનું ભાજન બનાય. ત્યાં સમગ્ગદર્શનના શુક્લ પક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણોદય વધારતા જવાય, અને મોહને ક્ષય થતાં અંતે મોક્ષને પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઊઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે.
સંસારી જીવોમાં મોટે ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યાગવેષક જીવે છે, તેમાં ય અતિ અ૮૫સંખ્યાક જીવ ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાને પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે.