________________
તીર્થોદ્ધારક પ્રભાવક સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્યરત્ન ત્યાગી તપસ્વી પૂ. પંન્યાસજી
મહારાજ શ્રી મંગળવિજયજી ગણિવર્યનું પંચસૂત્ર સંબંધી વક્તવ્ય
ininક
- ૨
નામ
AR 5
વ
શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ પંચસૂત્રને પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂર છે. જે સાચું શાશ્વત સુખ મેક્ષમાં છે, એની પાયાથી ટોચ સુધીની માર્ગસાધના એ જ આ પંચસૂત્રને પરમાર્થ છે. જે મોહને ક્ષય કરીને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે મોહને ક્ષય કરવાને સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમાં ભરપૂર વિશદતાથી વર્ણવ્યા છે. જેની તથાભવ્યતા ભિન્નભિન્ન હોય છે. એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઈચ્છાએ અર્થ–કામ પુરુષાર્થમાં લગની તીવ્ર હોય છે. આશ્ચર્ય છે કે તે સુખ ક્રિપાક ફળ જેવું દુઃખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ જીવને ઈષ્ટ હોય છે ! ત્યારે ઉતમ મુમુક્ષુ આત્માને સાચું અને શાશ્વતું સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મોક્ષ-પુરુષાર્થમાં એ લાગેલા હોય છે. ચારે પુરુષાર્થમાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તે જ્યારે અર્થ, કામ અને મોક્ષ ધર્મપુરુષાર્થથી જ મળ્યા છે અને મળશે, તે પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવે જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રી