SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને કલેશ ચોવીસે કિલાક. તિજોરીમાં શેઠ: એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એ ભય રહ્યા કરે કે રખેને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તે ખર્ચ કરવા લાગે તે તિજોરી ખાલી થઈ જાય માટે કેઈને ખબર પડવા ન દેતા એ બારણું બંધ કરી એારડાની અંદર તિજોરી ખેલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે “અહે! કેટલું બધું ધન છે ” પાછે રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઉઠીને આજુબાજુ જેઈ આવે કેઈ અહીં આવતું તે નથી ને? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે કેડે ચાવી છે ને ? તિજોરીનું બારણું બરાબર બંધ છે ને?” કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભળે, તે સુકૃત કરવાની તે વાતેય કયાં ? ભયની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઊઠવાજ ન પામે. કદી મુનિ પાસે જાય નહિ,- “ રખે પૈસા ખર્ચાવે કે બાધા દે તે ?” એ ભય. એકવાર રૂપિયા ગણવા બેઠેલા એટલામાં બહારને કાંઈક અવાજ સાંભળ્યો. બારણ સામે જુએ છે તે સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે “વળી સાંકળ દેવા જાઉં એને અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તે? અથવા એ એટલામાં અંદર આવી જાય તે ?” તેથી ઝટપટ નાણાંકોથળી તીજોરીમાં નાખી પિતે પણ અંદર પેસી ગયા અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેગ્યામાં એ જોવું ભૂલી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy