________________
અર્થ:- શ્રી પદ્મજિનેશ્વર સૂરિજીએ શાસ્ત્રના વચનનું ગુંથન સારૂં
-
કર્યું છે પણ તેને જાણવા માટે પારખવા માટે ચતુર બનવું પડે તેમ છે. મહાજ્ઞાનીના વચનો જાણવા માટે આગમનીતિનું અને અનેક ભાષાનું અને વ્યવહારનું જ્ઞાન આવશ્યક હોય છે. બીજુ આ ઉપદેશ રત્નમાલામાં કુલ ૨૬ તથા સવૈયા છન્દો રચનારનો શ્લોક એમ કુલ ૨૭ ગાથા અર્થ સાથે લખી છે. આ શ્લોકોને કંઠે કરતા ઘણો લાભ થાય અને સતત ધર્મમાં મગ્ન રહેતા આત્મકલ્યાણ થાય
છે.
શ્લોક-૨૭
નીતિને વૈરાગ્ય છે જેમાં, ઉપદેશરત્નમાલા ગ્રન્થ, પદ્મજિનેશ્વરે યત્ન રચિયો પ્રાકૃતભાષામાં ઉમંગ, જેની સંસ્કૃત છાયા કરતા પૌરિક પંડિતે લીધો યશ, છન્દ સરૈયા સાથે લખીને ગુરુને કુન્દે આપ્યો યશ. ॥૨॥
અર્થ:- નીતિશાસ્ત્ર અને વૈરાગ્યની વાત વિશેષે જેમાં છે, એવો ઉપદેશરત્નમાલા નામનો ગ્રન્થ પૂજ્યપાદ આચાર્ય શ્રી પદમજિનેશ્વર સૂરિજી મહારાજે પાકૃતભાષામાં ‘૨૬’, શ્લોક પ્રમાણ રચેલ છે. જેની સંસ્કૃત છાયા પંડિત પૌરિકભાઈએ કરીને યશ લીધો છે. અને મૂળ શ્લોકના અનુસારે તેમજ કોઈ કોઈ જગ્યાએ કાંઈક અધિક પણ, સવૈયા નામના માત્રા છન્દમાં કે જેમાં
૩૯