________________
અર્થ-ઉપદેશરનામાલા એ એક અર્થથી બહુ મોટી માળા છે. શબ્દથી મધ્યમ છે. આ માળાને જે સદાય કંઠમાં ધારણ કરે છે, અર્થાત તેનો પાઠ કરે છે તે શિવસુખરૂપી લક્ષ્મીના વક્ષસ્થળના ભોક્તા થાય છે અને જેને ઉચ્ચ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, તે સદા સુખી થાય છે. અથવા આત્માના પોતાના ગુણોને ભોગવવાથી કોણ સુખી ન થાય.
(શ્લોક-૨૬) एअंपउमजिणेसर, सूरि वयणगुंफरम्मिअं वहक। भव्व जणो कंठगयं, विहलं उवएस मालमिणं ॥२६॥
સંસ્કૃત છાયા एतत् पदमजिनेश्वर, सूरि-वचन गुम्फरम्यं वहतु । भव्यजनः कण्ठगतं, विपुल उपदेशमालामेनाम् ।॥२६॥
સવૈયા છન્દ પદ્મજિનેશ્વર ગુરુના વચનો ગુંથનથી રમણીય જણાય, પણ એ વચનો પારખવાને ચતુર બનવું યોગ્ય ગણાય. રચિત તેની ઉપદેશમાલા છવ્વીશ છન્દ સહિત ગણાય, આ શ્લોકોને કંઠે કરતા ભવસમૂહને પાર પમાય..રદી
(૩૮)
૩૮)