________________
અર્થ-નીતિ શાસ્ત્રનું વચન છે કે અતિ સર્વત્ર વર્જયેતુ કોઈપણ બાબત અતિ નહિ સારી. અને અતિવિવેકપૂર્વકની હોય તો વાંધો ન આવે એમ સમજી શકાય.
બાકી અતિરાગ તો ખરાબ જ છે અહીં અતિરાગ એટલે અતિમોહ. અમસ્તોય મોહ ખરાબ છે. તો અતિમોહ કેમ સારો હોય. વધારામાં ક્યારેક અતિમોહથી મૃત્યુ પણ થઈ જાય છે.
એક પતિ-પત્નીને પરસ્પર અતિરાગ હતો. પતિનામિત્રે મિત્રની પત્નીની પરીક્ષા કરવા કહ્યું, “તમારા પતિ બહારગામથી આવી બહાર ધર્મશાળામાં ઉતર્યા હતા અને તેને એટેક આવ્યો અને મરી ગયા.” આવું વાક્ય સાંભળી પત્નીને એટેક આવ્યો અને મરી ગઈ તે વાત તેના પતિને ખબર પડી તો તે ત્યાં ધર્મશાળામાં મરી ગયો. આ છે મોહની લીલા, માટે અતિરાગ કરવો નહિ.
વળી કોઈ જીવો પર વારે વારે રોષ ન કરવો. વળી લક્ષ્મી જોઈતી હોય તો ઘરમાં ક્લેશ કંકાસ ન કરવો આ ત્રણ નિયમો પાળે તેના દુઃખ દારિદ્રય દૂર થાય છે.
શ્લોક-૧૫) नकुसंगेण वसिज्जइ, बालस्स, विधिप्पए हिअंवयणं। अनायाओ निवटिज्जइ, न होइ वयणिजाया एवं ॥१५॥