________________
મૃત્યુ આવે તો પણ સ્વીકારવું પણ ન્યાય છોડવો નહિ.
ધનની નુકસાની થઈ હોય તો ય આપવાનો – દાન દેવાનો ગુણ છોડવો નહિ.
દાન દેતાં પાછું ધન આવે છે અને ન પણ આવે તોય શુભ કર્મ બંધાય છે.
આ તલવારની ધાર ઉપર ચાલવાના સમાન વ્રતો સજ્જનોના છે.
શ્લોક ૧૪
अहनेहो न वहिज्जइ, रुसिज्जइ न य पियेऽविपइदियहं वद्धारिज्जइ न कली जलंजली दिज्जइ दुहाणं ॥ १४ ॥ સંસ્કૃત છાયા
अति स्नेहो न उहये, ते, रुष्येत न च प्रियेऽपि प्रतिदिवसं । वर्धाप्येत न कलिः जलाज्जलिः दीयेत दुःखानां ॥ १४ ॥ સવૈયા છન્દ અતિરાગ તે દુઃખનું કારણ ક્યારેક તો મૃત્યુ પણ થાય. પ્રિય જીવ પર વારે વારે રોષ ન કરવો ક્યારે ભાય, જો લક્ષ્મીના રાગી હો તો કરવો ના કંકાસ જરાય, આ ત્રણ નિયમો પાળે તેના દુઃખ દારિદ્રય દૂરે જાય.॥૧૪॥
૨૪