________________
સંસ્કૃત છાયા न कुसङ्गेन उष्येत, बालस्यापि गृह्येत हितं वचनम् । अन्यायात् निवृत्येत, न भवति वचनीयता एवं ॥१५॥
સવૈયા છન્દ સોબત ના કરવી ખરાબની સોબત સારાની જ કરાય, હિતવચનો બાળકના લેવા નીતિ શાસનું વચન ગણાય, અન્યાયથી પાછા ફરવું, ને ન્યાય પકડવો જીવનમાંય, આવું કરતાં કોઈ તમારી નિદાન કરે ક્યારે ક્યાંયાનપા
અર્થ-ખરાબની સોબત સારી નથી. બારકેરીમાં એક કેરી ખરાબ હોય તો તે બાકીની અગિયારને બગાડે છે. માટે તે એક કેરીને કાઢી નાખવી સારી. તેમખરાબમિત્રને છોડી દેવો સારો. સારાની જસોબત કરાય. વળી “બાલાદપિહિત ગ્રાહ્ય બાળકની પાસેથી પણ હિત ગ્રહણ કરવું આનીતિશાસ્ત્રનું વચન છે.
ધર્મશાસ્ત્ર એવું કહે છે કે વડીલ હોય, ગુરુ હોય અને સારા જ્ઞાની હોય તે દરેકની પાસેથી હિત સાંભળવું.
અન્યાય કરવો નહિ. ન્યાયી રહેવું. આવું કરવાથી કોઈપણ તમારી નિન્દા કરશે નહિ, અને જીવન જીવવાની મજા આવશે.
(૨૬)
૨૬)