________________
૫૦૪
તથા પ્રત્યક્ષ-પરોક્ષ એ બે પ્રમાણે કરી જાણે. - તથા કર્તા, કારણ કે કાર્યપણે જાણે. તથા હેય, ય, ઉપાદેયપણે જાણે.
તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથકી જાણે, તથા નામાદિક ચાર નિક્ષેપે જાણે. એટલે કે જુસૂવનયને મતે ચારનિક્ષેપે જાણે. તથ શબ્દનયને મતે ચાર નિક્ષેપે જાણે.
તથા સમભિરૂઢનયને મતે ચાર નિક્ષેપે જાણે તથા પંચ સમવાયે કરી જાણે.. તથા ષકારકે કરી જાણે.
તથા નગમાદિક સપ્ત ન કરી જાણે. તથા નિત્ય અનિત્યાદિક આઠ પક્ષે કરી જાણે. તથા નિશ્ચય-વ્યવહારથી જાણે. તથા નામ, દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને
ગુણ, પર્યાયથકી જાણે.
તથા ઉત્પાદ, ભય, ધ્રુવપણે જાણે. એ રીતે પાંચ જ્ઞાનનું તથા પદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાન જ્ઞાનગુરૂની નિશ્રાએ નયસાપેક્ષ રીતે જાણે.
–તે નિશ્ચયસમ્યગ જ્ઞાની જાણવા.