________________
૫૦૨
સિદ્ધપરમાત્માને નમસ્કાર કરે છે, એટલે “મે વિદાઈ ? કહે છે, તે ઘણી નિર્જરા કરે છે. તે માટે તેને નિશ્ચય સમક્તિના ધણી કહીએ. - તથા જેણે એવી રીતની ઓળખાણ કરી નથી, અને જે “નો સિદ્ધાળ” કહી સિધ્ધને નમસ્કાર કરે છે, તે સૂડે જેમ રામને ઉચ્ચાર કરે છે, તેની પરે આચરણ જાણવું, તિહાં સુધી મિથ્યાત્વ છે, પણ સકામ નિર્જરા થાય નહિ.
કેમકે નિર્જરા તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કિયાથી થતી ઓળખાણને હાથ છે, માટે સિદ્ધનું સ્વરૂપ જાણવાને ઘણે ખપ કરવો.
જેણે ઉક્ત પ્રકારે સિદ્ધનું સ્વરૂપ ન જાણ્યું તેને દ્રવ્યનિક્ષેપ છે. “gવોનો ત્રા”એ શ્રી અનુગદ્વારનું વચન છે.
૬૪૫-વલી કહ્યું છે, જે પદ, અક્ષર, માત્રા, શુદ્ધસિદ્ધાંત વાંચતાં પૂછતાં, અર્થ કરે છે, ગુરૂમુખે સહે છે, તે પણ શુદધ નિશ્ચયસત્તા ગુરૂગમથી નયસાપેક્ષ રીતે ઓળખ્યા વિના સર્વે દ્રવ્યનિક્ષેપે છે, અને જે ભાવ વિના દ્રવ્યનય છે, તે પુણ્યબંધનું કારણ છે, પણ મોક્ષનું કારણ નથી, એટલે જે જીવ કરણરૂપ કષ્ટ તપશ્ચર્યા કરે છે, પણ જીવઅજીવની સત્તા નયસાપેક્ષ રીતે જ્ઞાનીની નિશ્રાએ ઓળખી નથી, તેને ભગવતીસૂત્રમાં અવ્રતી-અપચ્ચખાણ કહ્યા છે.