________________
૪૮૯ જે એકવાર ભોગવવામાં આવે, તેને ભેગ કહીએ, અને જે વારંવાર ભેળવવામાં આવે, તેને ઉપભેગ કહીએ.
તથા સિદ્ધના એક ગુણને વિષે અનંતાનંત પર્યાયની સમયે સમયે ઉત્પાદ વ્યયરૂપ નવા નવા સેયની વર્તન થઈ રહી છે, તેણે કરી સિદ્ધપરમાત્મા સમયે સમયે અનંત સુખના આસ્વાદનરૂપ ભોગ કરે છે, તે માટે પર્યાયથકી સિદ્ધને ભોગી કહીએ.
એ રીતે શુભાશુભરૂપ વિભાવના ભોગથકી સિદ્ધ રહિત છે, તે માટે અભેગી કહી બેલાવ્યા અને જ્ઞાનાદિ અનંત પર્યાયરૂપ ગુણથકી સિદ્ધને ઉપભેગી કહી બેલ.વ્યા, એટલે છતા પર્યાયરૂપ ગુણ વારંવાર ફરી કરીને એના એ ભોગવ્યામાં આવે, માટે ઉપગ છે, તથા સિદ્ધમાં સામર્થ્ય પર્યાય સમયે સમયે નવા નવા સેયની વર્તનારૂપ પલટાય છે, તે માટે સમયે સમયે નવું નવું અનંત સુખ ભગવે છે.
એટલે પર્યાયથકી સિદ્ધને ભેગી કહી બોલાવ્યા, એ પરમાર્થ છે.
એ રીતે ત્રિભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણવું.
૬૨૮ શિષ્ય-સિદ્ધપરમાત્માને નિત્યસ્વભાવ કહીએ, અને અનિત્યસ્વભાવ પણ કહીએ, તેને પરમાર્થ ?