________________
४८४ ૬૨૦-વળી સિદ્ધમાં ગુણપર્યાયની સપ્તભંગીઓ કરવી, તે આવી રીતે –
સ્યાદગુણ, સ્વાપર્યાય, સ્યાદગુણપર્યાય, સ્વાદ વક્તવ્ય, સ્યાદ્ ગુણ અવકતવ્ય, સ્વાપર્યાય અવક્તવ્ય,
સ્યાદ્દગુણુપર્યાય યુગપદવક્તવ્ય, એ રીતે ગુણ પર્યાયની સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ વિચારવું.
એમ અનંતી સપ્તભંગીઓ સિદ્ધપરમાત્માને વિષે વસ્તુધર્મ રહી છે, પણ તેને વિસ્તારથી અર્થ કરતા ગ્રંથ વધે, તે માટે એ સામાન્ય પ્રકારે બીજરૂપ સપ્તભંગીને વિચાર કહ્યો.
દ૨૧–હવે મેક્ષનિષ્પન્ન સ્વરૂપસિદ્ધ અવસ્થામાં પકારક બતાવે છે –
તિહાં પ્રથમ જ્ઞાનગુણમાં છ કારક બતાવે છે.
પ્રથમ કર્તા તે સિદ્ધને જીવ, બીજું કારણરૂપ જ્ઞાન ગુણ છે, ત્રીજું તે જ્ઞાનગુણે કરીને અનંતા યપદાર્થ જાણવારૂપ કાર્ય કરવું છે, તેણે કરી સમયે સમયે અભિનવ પર્યાયનું જાણપણું સંપજતું જાય, તે ચોથું સંપ્રદાન.
સમયે સમયે પૂર્વપર્યાયના જાણપણને વ્યય થત જાય, તે પાંચમું અપાદાન.
જ્ઞાનગુણ ધ્રુવનું ધ્રુવપણે જાણવું તે છઠું આધાર. એ સિદ્ધના જ્ઞાનગુણમાં છ કારક કહ્યા.