________________
૪૮૨ હવે સિદ્ધમાં સ્યાદવક્તવ્ય નામે ચે ભાગો કહે છે –
શિષ્ય કહે છે કે એ નિત્ય, અનિત્ય બે ભાંગે એક સમયે છે, તે આપણે સ્થાનિત્ય કહેતાં થકાં પણ અસંખ્યાતા સમય લાગે, તેવાર પછી સ્વાદનિત્ય ભાંગે કહેવાય. માટે નિત્ય કહે તે સમયે અનિત્યપણું ન આવ્યું, અને અનિત્ય કહે, તે સમયે નિત્યપણું ન આવ્યું, એટલે નિત્ય કહેતા અનિત્યપણને મૃષાવાદ લાગે, કિંવા અનિત્ય કહેતા નિત્યપણાને મૃષાવાદ લાગે. તેવારે ગુરૂ કહે છે. જે એમ એક સમયે બે વચન બાલ્યા ન જાય, કેમકે એક અક્ષર બાલતાં અસંખ્યાતા સમય લાગે, તેવાર પછી બીજો અક્ષર બલવામાં આવે, માટે એ અવક્તવ્યનામે ચેાથે ભાગે સિદ્ધમાં કહ્યો છે, એટલે અવક્તવ્ય = વચનથી અગોચર અર્થાત્ વચનથી કહ્યો જાય નહિં.
એવું સાંભળી શિષ્ય કહે છે. કે હે ગુરૂજી! તમે જે અવક્તવ્યપણું કહ્યું તે સિદ્ધપરમાત્માને નિત્યધર્મનું છે, કિંવા અનિત્યધર્મનું છે? તે વારે ગુરૂ કહે છે, કે વચનપણે નિત્ય અનિત્ય એ બે ભાંગ અવક્તવ્ય છે, એટલે પાંચમે સ્થાન્નિત્ય અવક્તવ્ય અને છઠ્ઠો સ્વાદનિત્ય અવક્તવ્ય ભાંગ કહ્યો.
હવે સાતમા સ્થાનિત્ય-અનિત્ય યુગપત અવક્તવ્ય ભાંગ કહે છે –